8 દિવસ થઈ ગયા પણ અંબાજી પ્રસાદ મામલે હજુ કોઈ પાક્કો નિર્યણ સામે આવી રહ્યો નથી. અંબાજીમાં આવેલા જગજનની મા અંબાના મંદિરમાં પ્રસાદને લઈને વિવાદ યથાવત ચાલી રહ્યો છે. જેમાં વર્ષોથી ચાલતા મોહનથાળના પ્રસાદને મંદિર ટ્રસ્ટ દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે લાખો ભક્તોમ, ધર્મગુરુઓ, સંતો મહંતો અને સાધુઓમાં પણ ભારે રોષ છે. છેલ્લા ઘણા દિવસોથી માઈભક્તો દ્વારા મંદિરમાં ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરાઈ રહી છે. ત્યારે આ વિવાદને લઈ આજે ભાજપના નેતાએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે. અંબાજી શહેર ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ સુનિલભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા મંદિરના દર્શન કરી અને ભાજપ માંથી રાજીનામું આપી દેવાની ઘટના સામે આવી છે.
ભાજપ નેતાએ કહ્યું કે, આજે 8 દિવસ બંધ થયા મોહનથાળનો પ્રસાદ બંધ થયો તેને પરંતુ કોઈપણ પદાધિકારી કે અધિકારીએ કોઈ નિવેદન ન આપ્યું. કોઈ સક્રિયતા ન દાખવી તે જોતા ખુબ દુઃખ થયુ છે. માં અંબેના ચાચર ચોકમાંથી મા અંબાના શિખરની સાક્ષીએ જે ભારતીય જનતા પાર્ટી સાથે હુ વર્ષોથી જોડાયેલો હતો તે પાર્ટીના પ્રાથમિક સદસ્ય પદેથી અને સક્રિય સદસ્ય પદેથી આ ઉપરાંત અંબાજી ભાજપમાં ઉપપ્રમુખની જવાબદારી સહિતના તમામ પદો પરથી હુ રાજીનામુ આપુ છે. ભાજપની સેવા કરતા કરતા આજે 8 દિવસ બંધ થયા મોહનથાળનો પ્રસાદ બંધ થયો તેને પરંતુ કોઈપણ પદાધિકારી કે અધિકારીએ કોઈ નિવેદન ન આપ્યું. કોઈ સક્રિયતા ન દાખવી તે જોતા ખુબ દુઃખ થયુ છે. લાખો-કરોડો માઈભક્તોની આસ્થાને છેતરવાનું કામ કરેલુ છે તેનાથી હુ ખુબ આહત છુ અને એટલે જ ભાજપના તમામ પદો પરથી હુ રાજીનામુ આપુ છુ.
સતીશ કૌશિકના મૃત્યુ કેસમાં એકદમ નવો વળાંક, દિલ્હી પોલીસે ફાર્મ હાઉસમાંથી ઘાતક ઘાતક ‘દવાઓ’ શોધી કાઢી
આ દરમિયાન પરંપરાગત પ્રસાદ બંધ કરવા મામલે વિરોધ નોંધાવશે જેમા હિન્દુ પરિષદે યાત્રા સંઘો, સંતો, ભક્તોને પણ આવવા આહ્વાન કર્યું છે. આ સાથે અંબાજીમા બંધનું એલાન કરાયુ છે જેમા તમામ વેપારીઓએ સ્વૈચ્છિક બંધ રાખવાનુ જાહેર કર્યુ હોવાના સમાચાર છે. આ વિશે વિગતે વાત કરીએ તો મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવા મુદ્દે ધરણા થશે. આવતીકાલે રાજ્યના તમામ મંદિરોમાં સ્તુતિ કરીને મોહનથાળ વહોંચવામાં આવવાનુ પણ જાહેર કરવામા આવ્યુ છે. પરંપરાગત રીતે ચાલુ રહેલો પ્રસાદ તરીકે મોહનથાળ પ્રસાદ બંધ કરાતા લાખો ભક્તોમાં નારાજ છે. મળતી માહિતી મુજબ દાંતાના સ્ટેટ રાજવીએ 900 વર્ષથી વધારે સમયથી ચાલતી મોહનથાળ પ્રસાદ પ્રથાને ચાલુ કરવાની માંગ કરી છે અને જો ચાલુ નહી કરવામા આવે તો રાજવી પરિવારે કોર્ટમાં જવાની વાત કહી છે.