રાજ્યમા એક BSFના જવાને આપધાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા ખલભળાટ મચી ગયો છે. ગુજરાતના બનાસકાંઠા ખાતે આવેલા નડાબેટ નજીક ફરજ બજાવી રહેલા BSF જવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હોવાની માહિતી સામે આવી છે. તેને પોતાની જ સર્વિસ રાઈફલથી ખુદને ગોળી મારી જીવ આપી મ્દીધો છે.
મળતી માહિતી મુજબ આ જવાન નડાબેટથી ઝીરો પોઈંટ તરફની ચેકપોસ્ટ ઉપર સંતરી તરીકે કામગીરી કરી રહ્યો હાતો. જ્યારે આ જવાનની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા ત્યાતે તરત જ BSFના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
હવે આ મામલે વધુ તપાસ હાથ ધરવામા આવી છે અને મૃતક જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ લઈ જવાયો છે. જો કે જવાનનુ આ રીતે આપધાત કરવા પાછળનુ કારણ શુ છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી.