Gujarat News: કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા ભલે ગમે એટલી મોટી પોસ્ટ કે હોદ્દા પર હોય પરંતુ એમણે ક્યારેય નાના માણસ કે નાના સેન્ટરને હલકામાં નથી લીધું. એમના જૂના કાર્યો અને જૂની આદતો હજુ પણ હેમખેમ યાદ છે. આ વાતનો તાજો જ દાખલો હાલમાં એમના હોમટાઉન ભાણવડ ખાતે જોવા મળ્યો.
તારીખ પહેલી ઓક્ટોબર અને રવિવારના રોજ ભાણવડ ખાતે સગર કન્યા છાત્રાલયની મુલાકાત લીધી હતી. તેમજ ત્યાં રહીને અભ્યાસ કરતી 111 સગર સમાજની દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. તેમજ સારા ભવિષ્યની કામના કરી હતી.
સગર કન્યા છાત્રાલય ભાણવડ વિશે વાત કરવામાં આવે તો આ સંસ્થા 1998થી દીકરીઓ માટે કાર્યરત છે. મૂળુભાઈ રાજકીય આગેવાન હતા ત્યારથી જ સગર સમાજ અને સગર કન્યા છાત્રાલય તરફ મહેરબાન રહ્યા છે.
ત્યારબાદ તેઓ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પણ બન્યા પરંતુ એમનું ઉદાર દિલ હજુ પણ એવું જ ઉદાર અને દયાવાન છે. રવિવારે મૂળુભાઈ સગર કન્યા છાત્રાલયના ટ્રસ્ટીગણને મળ્યા તેમજ ટ્રસ્ટના કાર્યના ભરપેટ વખાણ પણ કર્યા.
આ છાત્રાલયમાં સગર સમાજની 111 કન્યાઓ રહીને અભ્યાસ કરી રહી છે. 33 ગામોની સગરની દીકરીઓ માટે આ સંસ્થામાં ખૂબ જ સારી વ્યવસ્થા છે. ઘરથી દૂર એક ઘર કહી શકાય એવું વાતાવરણ અહીં પુરુ પાડવામાં આવી રહ્યું છે.