અપડેટ… અમદાવાદમાં કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટમાં કરી અરજી

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: ગુુજરાતની જાણીતી કંપની કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી છે. વિદેશી યુવતીના આરોપો બાદ આખરે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ છે.

કેડિલા ફાર્માના માલિક ડૉ. રાજીવ મોદીના ભાડજ ખાતેના ફાર્મ હાઉસે પહોંચી હતી. જ્યાં એફએસએલના અધિકારીઓને સાથે રાખીને ફોટોગ્રાફી વીડિયોગ્રાફી સાથે ફાર્મ હાઉસના ખૂણે-ખૂણાનું પંચનામું કરાયું હતું. આ કામગીરી 4 કલાક સુધી ચાલી હતી. જો કે પોલીસનું કહેવું છે કે આ કેસમાં હજુ સુધી રાજીવ મોદીના ફાર્મ હાઉસના એકેય કર્મચારની પૂછપરછ કરાઈ નથી.

જાણો કોણે નોંધાવી ફરીયાદ?

કેડિલાના માલિક રાજીવ મોદી સામે વિદેશી યુવતીએ દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા. હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ સ્ટશનમાં ગુનો નોંધાયો છે. રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

વર્ષ 2023ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજીવ મોદીના ફાર્મ હાઉસ પણ 4 થી 5 કર્મચારી નોકરી કરે છે. પરંતુ હજુ સુધી પોલીસે તેમાંથી એકેયનું નિવેદન લીધું નથી કે પૂછપરછ પણ કરી નથી. બીજી તરફ રાજીવ મોદી વિદેશ ભાગી ગયા હોવાની પણ ચર્ચા છે.

શારીરિક દુષ્કર્મ આચારવાનો આરોપ

તમને જણાવી દઈએ કે, વર્ષ 2023ના ત્રીજા મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ દાખલ થતા સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી છે. રાજીવ મોદી ઉપરાંત જોહન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી શારીરિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. છારોડી કેડીલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોલા પોલીસ મથકે ફરિયાદ થઈ દાખલ

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કેડિલા ફાર્મા કંપનીમાં માલિકની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી.જે બાદ આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ આખરે સોલા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે. IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.

ડીઆઈજી કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આદેશ

મૂળ બલ્ગેરિયાની યુવતીએ દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રીટ અરજી દાખલ કરી હતી. જે બાદ હવે કેડિલાના સીએમડી રાજીવ મોદી સામેની ફરિયાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો. પીડિત મહિલાની તરફેણમાં જસ્ટીસ એચ.ડી. સુધારે ચુકાદો આપ્યો હતો. જસ્ટીસે ડીઆઈજી કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આદેશ આપ્યા હતા. જે પોલીસ અધિકારી સામે આક્ષેપ કર્યા તે અંગે તપાસ કરવા આદેશ અપાયા છે.

USના કેલિફોર્નિયામાં હિન્દુ મંદિર પર હુમલો, ખાલિસ્તાનીઓએ લખ્યા ભારત વિરોધી સૂત્રો, વિદેશ મંત્રાલય આવ્યું એક્શનમાં

બે મહિના પહેલા જ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ? સંબંધ બચાવવા માટે લીધો આ નિર્ણય, જાણો સંપૂર્ણ હકીકત

Rain Alert: આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી, ગુજરાતમાં પણ વરસાદ?

અહીં મહત્વનું છે કે મહિલા પોલીસ મથકના ACP હિમલા જોષીએ યુવતી પાસે કેટલાક કાગળો પર સહીઓ કરાવી લીધી હોવાની પણ વાત સામે આવી છે. મહિલા ACPએ યુવતીને તેનો સામાન પાછો અપાવવાનું કહીને સહીઓ કરાવી લઇ છેતરપિંડી કરી હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.


Share this Article