World News: અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત વિજય શેરાવલી મંદિર પર હુમલો થયો છે. મંદિર પર હુમલાની સાથે ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી સૂત્રો પણ લખ્યા છે. સ્વામી નારાયણ મંદિર પર થયેલા હુમલાના બરાબર બે સપ્તાહ બાદ આ હુમલો કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતના કારણે અમેરિકાના હિન્દુ સમુદાયે નારાજગી વ્યક્ત કરી છે.
તમને જણાવી દઈએ કે, અગાઉ પણ આ જ વિસ્તારના શિવ મંદિરમાં પણ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે હવે આ પ્રકારની ઘટાના આગળ ન બને તે માટે વિદેશ મંત્રાલય પણ એક્શનમાં આવ્યું છે.
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આપી માહિતી
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. આ વખતે હેવર્ડના વિજય શેરાવલી મંદિરમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આના બે અઠવાડિયા પહેલા સ્વામી નારાયણ મંદિર પર પણ હુમલો થયો હતો. આ અંગે ફાઉન્ડેશને પોલીસનો સંપર્ક કરીને આગેવાનોને પણ જાણ કરી છે.
હિન્દુ-અમેરિકન ફાઉન્ડેશનની ચેતવણી
અમેરિકામાં સક્રિય હિંદુ-અમેરિકન ફાઉન્ડેશને કહ્યું છે કે તમામ મોટા મંદિરોની સુરક્ષા મજબૂત કરવી જોઈએ. મંદિરોની સુરક્ષા માટે કેમેરા અને એલાર્મ સિસ્ટમ પણ લગાવવી જોઈએ જેથી કરીને મંદિરોને સુરક્ષિત બનાવી શકાય.
#Breaking: Another Bay Area Hindu temple attacked with pro-#Khalistan graffiti.
The Vijay’s Sherawali Temple in Hayward, CA sustained a copycat defacement just two weeks after the Swaminarayan Mandir attack and one week after a theft at the Shiv Durga temple in the same area.… pic.twitter.com/wPFMNcPKJJ
— Hindu American Foundation (@HinduAmerican) January 5, 2024
ડિસેમ્બરમાં સ્વામી નારાયણ મંદિર પર હુમલો થયો હતો
ખાલિસ્તાન સમર્થકોએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ સ્વામી નારાયણ મંદિર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ મંદિરની બહારની દિવાલ પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. અમેરિકન નેવાર્ક પોલીસે આ કેસની તપાસ હાથ ધરી છે.
આ ઘટનાઓએ મંદિરની આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આમાં મોટાભાગના હિન્દુ સમુદાયના લોકો છે. ત્યારે હવે આ ફાઉન્ડેશને તેની વેબસાઇટ www.hinduamerican ની મુલાકાત લઈને સલામતી માર્ગદર્શિકા ડાઉનલોડ કરવાની સલાહ આપી છે.