મોરબી જુલતા પુલ કાંડ અંગે સરકારે ચોખ્ખું કહી દીધું-મોતનું કારણ નહીં જાણી શકાય, ઓળખાઈ ગઈ એ બધી લાશો પણ સોંપી દીધી

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

મોરબી જુલતા પુલના કટકા થયા એમાં 134થી વધારે લોકોનો જીવ ગયો છે. હવે મોરબી જુલતા ગોઝારી દુર્ઘટના પછી ગવર્નમેન્ટ રિઝોલ્યુશન GR બહાર પાડ્યો હતો કે, આ દુર્ઘટનામાં 141 લોકોના મૃત્યુ થયા છે પણ તે કેવી રીતે થયા તેની પાછળનું કારણ જણાવ નહીં મળે. બહાર પાડેલ ગવર્નમેન્ટ રિઝોલ્યુશન GR મુજબ કોઈ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા વીના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. પોસ્ટમોર્ટમ ન થવાને કારણે લોકોના મૃત્યુનું કારણ પણ અકબંધ રહેશે. આ અકસ્માતમાં રાજકોટના ભાજપના સાંસદ મોહનભાઈ કલ્યાણજી કુંડારિયાના 12 સંબંધીઓના પણ આ અકસ્માતમાં મોત થયા હતા. PM મોદી આવતીકાલે બપોરે મોરબીની મુલાકાત લેશે. મોરબી બ્રિજ અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે.

મોરબી દુર્ઘટનામાં 134થી વધુના મોત થયા બાદ હવે આખરે પોલીસ એક્શનમાં આવી છે. વિગતો મુજબ જિલ્લા પોલીસની ટીમે 9 લોકોની અટકાયત કરી છે. હવે પોલીસ દ્વારા મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આજે પોલીસ દ્વારા બ્રિજના પ્રબંધક અને મેન્ટેન્સ કરનારા લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં બ્રિજ 35 વર્ષ સુધી લીઝ પર આપ્યો હોવાનું ખુલ્યુ છે. ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આસપાસ ઝૂલતો પુલ ધરાશાયી થયોને એકસાથે 400થી વધુ લોકો મચ્છુ નદીમાં પડ્યાં જેમાં અત્યાર સુધી 134 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આટલી ઊંચાઈથી નદીમાં પડવાને કારણે અનેક લોકો ડૂબ્યાં હશે તો કોઈ નદીમાં રહેલ પથ્થર સાથે અથડાયા હશે તો કોઈને આટલી ઊંચાઈ પરથી પડવાથી હૃદય બેસી જવાને કારણે મૃત્યુ થયું હશે. જો કે આ વાત પર લોકો ખાલી ધારણા જ લગાવી શકે છે. કોઈ પણ મૃત વ્યક્તિનું પોસ્ટમોર્ટમ થયું ન હોવાથી મોતનું ચોક્કસ કારણ જાણી શકશે નહીં.


Share this Article
TAGGED: