ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ૨૦૨૪ ઉજવણીના ભાગ અંતર્ગત બિંદી પ્રોજેક્ટ સંસ્થા દ્વારા રાજપથ ક્લબ – અમદાવાદ ખાતે પિતા અને પુત્રીઓની જોડી સાથે રમત રમાડવામાં આવી હતી અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
પિતા અને દીકરી વચ્ચેનો બોન્ડ વધું મજબુત થાય અને સાથે આ સ્પોર્ટસ માધ્યમ થકી દરેક દીકરી પ્રેમ અને આદર ને પાત્ર છે આ સંદેશ વધું ફેલાવી શકાય તે માટે વિવિધ સ્પોર્ટ્સનું આયોજન કરાયું હતું. જેમાં પિતા-પુત્રીની જોડીઓએ સ્વિમિંગ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસ જેવી રમતો રમી હતી અને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.