તેમણે કુલ 264 કી.મી ની લંબાઈ ના આ નેશનલ હાઇવે નંબર 754 k ની ચાર લિંક જેમાં ગડુલી,ધોળાવીરા,કચ્છનું સફેદ રણ અને ખાવડા નો સમાવેશ થાય છે તે લિંક ના 320 કરોડ ના અંદાજિત ખર્ચે હાથ ધરાઇ રહેલા માર્ગ નિર્માણ કામો નિહાળ્યા હતા. *પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના દિશા દર્શનમાં કેન્દ્ર સરકારે આ નેશનલ હાઇવે નું નિર્માણ હાથ ધરતા હવે ધોળાવીરા થી સફેદ રણ વચ્ચે નું અંતર 80 કી.મી જેટલું ઘટી જશે. એટલું જ નહિ ધોળાવીરા,સફેદ રણ, માતાના મઢ, હાજીપીર અને ખાવડા ને સીધી નેશનલ હાઈ વે ની રોડ કનેક્ટિવિટી મળતી થશે 100 જેટલી બોર્ડર આઉટ પોસ્ટ ને પણ આ કનેક્ટિવિટી નો વ્યૂહાત્મક લાભ મળશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે કચ્છની (KUTCH) મુલાકાતે આવ્યા હતા. કચ્છની ઐતિહાસીક ધરોહર ધોળવીરાને વર્લ્ડ હેરીટેજમાં (Dholvira World Heritage) સ્થાન મળ્યા બાદ તેના વિકાસ માટેની સમિક્ષા કરવા તથા પ્રવાસીઓને કઇ રીતે આકર્ષી શકાય.
તે માટે મુખ્યમંત્રીએ ધોળાવીરા સાઇટ તથા મ્યુઝીયમ સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. તો પ્રવાસન અને સરક્ષણ માટે મહત્વના એવા ધડુલી સાંતલપુર રોડની પણ તેઓ સમીક્ષા કરશે.
ગુજરાતના મુખ્યમંત્રી આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા.
આજે મુખ્ય મંત્રી ભુપેન્દ્ પટેલ ઉપરાંત જિલ્લા કલેકટર પ્રવિણા ડી કે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગૌતમ પ્રજાપતિ ભચાઉ પ્રાંત અધિકારી સંજય ચૌધરી તાલુકા મામલતદાર ભગીરથસિંહ ઝાલા તાલુકા વિકાસ અધિકારી ધર્મેશ વ્યાસ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા રાધનપુર નાયબ પોલીસ અધિક્ષક એચ. કે વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા ડી. એમ ઝાલા એમ એન દવે આર જે સિસોદીયા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમિરજી સોઢા એન. આર ગઢવી રુપેશભાઈ આહિર દશરથ ભાઈ છાંગા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
તો 5000 વર્ષ જુની હડપ્પન સંસ્કૃતિની વલ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યા બાદ તેની આસપાસ થઇ રહેલા વિકાસ કામોની સમિક્ષા માટે તેઓ જાતે આવ્યા હતા. અને પુરાતત્વ ના વાય કે રાવત અને પુરાતત્વ વિભાગ ના અધિકારીઓ પાસે થી માહિતી મેળવી હતી ગુજરાતના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે તેઓએ ધોળાવીરા સાઇટની મુલાકાત લીધી હતી.
અને તેઓએ સાઇટ નિહાળ્યા બાદ વિઝીટર બુકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની પ્રસંશા સાથે વર્લ્ડ હેરીઝટમાં સ્થાન અપાવવા બદલ આભાર પ્રગટ કર્યો હતો. સાથે તેના વિકાસને આગળ લઇ જવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. જો કે હજુ વિકાસમાં ઘણી ખુટતી કડીઓ હોવાનું પુરાતત્વ વિભાગના પુર્વ ડાયરેક્ટર રાવતેજણાવ્યું હતું.
ગુજરાતના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે CMએ ધોળાવીરા સાઇટની મુલાકાત લીધી હતી
ધોળાવીરા હડપ્પન સાઇટને કચ્છના અન્ય પ્રવાસન સ્થળની જેમ કેમ વિકસાવી સકાય તે માટેના થઇ રહેલા કામો આસપાસ ઉભા થઇ રહેલા ઇન્ફ્રાસ્ટ્રકચરની તેઓએ માહિતી મેળવી હતી.
અને સુચનો મુજબ સ્થાનીક તંત્રને તેના સુધારા માટે સુચનો પણ કર્યા હતા. જોકે મિડીયા સાથે વાત કરવાનું તેઓએ ટાળ્યું હતું. જોકે પુરાતત્વ વિભાગની પુર્વ અધિકારી અને ધોળાવીરા પર સંશોધન કરનાર અધિકારીએ જણાવ્યું હતું.
સમજદારી પુર્વક ધોળાવીરાના ખોદકામ અને તેના વિકાસની જરૂર છે. તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને જરૂરી સુચનો તેઓ કરશે. લખપતથી લઇ કચ્છના ધોળાવીરા સુધી હાલ પ્રવાસીઓ આવી રહ્યા છે.
પરંતુ વિસ્તાર લાંબો હોવાથી આવા અનેક સ્થળો પ્રવાસીની મુલાકાતથી વંચીત રહી જાય છે . ત્યારે ધડુલી સાંતલપુર રોડના કાર્યની પ્રગતી નિહાળી મુખ્યમત્રીએ જરૂરી સુચનો સાથે પ્રવાસીઓને વધુમા વધુ સુવિદ્યા મળે તે માટેના પ્રયાસોની ખાતરી આપી હતી.
આગામી જુન મહિનામાં ધડુલી સાંતલપુરના માર્ગ કે જે ધોરાવીરા થી કાઢવાંઢ ખાવડા સુધી નો કાચો માર્ગ છે અને હાલ કામ પ્રગતિ મા છે તે માર્ગ નું આગામી જુન માસ દરમિયાન પેવર નો બની જશે આમ રાજય સરકાર દ્વારા વર્લ્ડ હેરિટેજ ધોરાવીરા મા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંગે જાગૃતિ લાવવી કામો હાથ ધરવામાં આવી રહ્યા છે