Kutch News: ગઈકાલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર ઊડતું નથી એવા સૂત્રો દ્વારા સમાચારો મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સરહદી જિલ્લા કચ્છમાં મુખ્યમંત્રીને સમગ્ર પ્રવાસ સડક માર્ગે કરવો પડ્યો હતો. એવી માહિતી મળી રહી છે કે, આ GujSail કંપનીની ગંભીર બેદરકારીના લીધે એક મહિનામાં બીજી વખત મુખ્યમંત્રીને આ પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ગઈકાલ મોડી રાત્રે મુખ્યમંત્રીના હેલિકોપ્ટર રિપેર કરવા માટે એક ટીમ બોલાવાઈ હતી. તો હવે વાત એ છે કે, મુખ્યમંત્રીને થતી હેરાનગતિ માટે જવાબદાર કોણ રહેશે? કારણ કે અગાઉ પણ આ પ્રકારની ઘટના બની છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ છે “ચા”ના જબરા શોકીન, કચ્છમાં સામાન્ય નાગરિક જેમ ચાની લિજ્જત માણી
Ahmedabad: સરખેજમાં કપિરાજે 25 લોકોને બચકા ભર્યા, વનવિભાગને જાણ હોવા છતાં પણ અજાણ
ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતની કેબિનેટની બેઠક પણ યોજાવા જઈ રહી છે. તો હવે જાણવાની વાત એ છે કે મુખ્યમંત્રીને ક્યાં માર્ગ પરથી ગાંધીનગર આવશે અને તેમના રોજબરોજના કાર્યોમાં હાજરી આપશે.