મેજિકલ ક્રિસમસ નજીક આવી રહી છે. અમદાવાદમાં પણ ક્રિસમસની ધૂમ મચી રહી છે. ક્રિસમસ અને બાળકો વચ્ચે અનેરો સંબધ છે એટલે જ સ્કૂલો દ્વારા સ્પેશ્યલ ક્રિસમસ કાર્નિવલનું આયોજન થતું હોય છે. ગઈકાલે અમદાવાદમાં બોડક દેવ સ્થિત ઔડા ગાર્ડન પાર્ટી પ્લોટમાં બ્લૂમિંગ ગ્રૂપ ઓફ સ્કૂલની અલગ અલગ બ્રાન્ચના 500થી વધારે બાળકો માટે સૌથી મોટો ક્રિસમસ કાર્નિવલ યોજાઈ ગયો.
આ કાર્નિવલનું આયોજન એટલું સુંદર અને મનમોહક હતું કે અહીં આવતાંની સાથે જ એક અલગ દુનિયાનો અનુભવ થાય તે માટે સ્કૂલના શિક્ષકો અને મેનેજમેન્ટે ભારે મહેનત કરી હતી.
બ્લૂમિંગ કેમ્પસ ગ્રૂપ દ્વારા આયોજિત આ વિશાળ કાર્નિવલમાં ફ્રી એન્ટ્રી સાથે વાલીઓ સાથે બાળકોએ અલગ અલગ ગેમની ભરપૂર મજા માણી હતી. રોમાંચક રમતો, સ્વાદિષ્ટ ખાણીપીણીના સ્ટોલ, ફોટો બુથ, એક્શન પેક રાઈડ, લાઈવ કેરેક્ટર, પેટ પેરાડાઈઝ, આર્ટ એક્ટિવીટી અને આશ્ચર્યજનક ગિફ્ટ્સનો બાળકો અને વાલીઓએ આનંદ ઉઠાવ્યો હતો.
પીપળાના પાનમાં ભરપૂર માત્રામાં હોય છે ઔષધીય ગુણો, આ રોગોના ઉપચારમાં અસરકારક રીતે કરે છે કામ
ડબ્લ્યુએચઓના વડા માંડ માંડ બચ્યા, ફ્લાઇટમાં સવાર થવાના જ હતા, ત્યાં જ ઇઝરાયેલે બોમ્બમારો કરી દીધો
મનમોહન સિંહના નિધન પર 7 દિવસનો રાજકીય શોક, આ શું હોય છે, શું સરકારી રજા પણ રહે છે?
બાળકો માટે ખાસ પ્લે એરિયા જેવા અલગ અલગ ઝોન એ અહીં હાજર સૌ માટે એક યાદગાર પળ બનીને રહી ગયા હતા. આ કાર્નિવલમાં એન્ટરટેઈનમેન્ટનો પણ તડાકો હતો. આ સ્પેશ્યલ ફિયેસ્ટા એ ફન, ફૂડ, ગેમ્સ અને એક્ટિવિટીનો એક અનેરો સંગમ હતો. બ્લૂમિંગ ગ્રૂપ ઓફ સ્કૂલના ડિરેક્ટર વિમલ પટેલ અને તેમની ટીમે આ સફળ આયોજન માટે જબરદસ્ત મહેનત કરી હતી.