લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, મુખ્યમંત્રી પટેલે રાજીનામુ આપવુ જોઈએ, મોરબીની દુર્ધટના બાદ કોંગ્રેસનુ આક્રમક સ્વરૂપ

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

મોરબીનો ઝૂલતો પુલ તૂટયાની ઘટના બાદ લોકો અને વિપક્સ બન્ને રોષે ભરાયા છે અને આકમક બની ગયા છે. આ દુર્ધટનામા 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા જેમાંથી 140થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ આંક્ડામા સૌથી વધુ સંખ્યા બાળકો અને મહિલાની છે. માહિતી મુજબ 25થી વધુ બાળકો આ ઘટનામા કાળનો ભોગ બન્યા છે. આ મામલે કોંગ્રેસ સતત સરકારને જવાબદાર ગણાવી રહ્યુ છે અને ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું માંગવામા આવી રહ્યુ છે.


કોંગ્રેસ તેના પવન ખેરા આ દુર્ધટના મામલે કહ્યુ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજીનામુ આપવુ જોઈએ અને સુપ્રીમ કોર્ટના નિવૃત જજ પાસે નિષ્પક્ષ અને સમય બદ્ધ તપાસની માંગ કરી છે. આગળના સમયની વાત કરતા તેમણે કહ્યુ કે લાલ બહાદુર શાસ્ત્રીએ એક રેલ દુર્ઘટનામાં રાજીનામું આપી દીધું હતું.

આ સાથે તેમણે સરકાર પર પ્રહાર કરતા સવાલો કર્યા હતા કે કોની જવાબદારી છે આ રાજ્યની? કોણ જવાબદારી લઈ રહ્યા છે ગુજરાતના લોકોની જિંદગીની? શું આ કંપની પાસે સંચાલન અને રીપેરિંગનો અનુભવ છે? ઘણા પ્રયાસો કરવામાં આવશે આ મુદ્દો શિફ્ટ થઈ જાય, લોકોનું ધ્યાન મોરબી પરથી હટાવીને કોઈ બીજા મુદ્દા પર લઈ જવામાં આવે.

આ સાથે પવન ખેરાએ લોકોને પણ અપીલ કરી કે અમે બે હાથ જોડીને આપને વિનંતી કરીએ છીએ કે આ મુદ્દા પરથી ધ્યાન હટવા દેતા નહીં કારણ કે 191 લોકોના તો મૃતદેહ મળી ચૂક્યા છે. આ બધાનો આપણી ઉપર કર્જ છે. જો આપણે આ મુદ્દા પરથી ધ્યાન હટાવી લઈશું, તો સરકારને કોઈ બીક નહીં રહે. આ લોકો દરરોજ સવારથી સાંજ તમાશો કરતા રહેશે.

સરકારના કામકાજો અંગે આક્ષેપ કરતા પવન ખેરાએ કહ્યુ કે આ ઘટના બાદ લોકોનો સરકારથી વિશ્વાસ ઉઠી ગયો છે. આજે ગુજરાતના નાગરિકો કોઈ પુલ પર કે કોઈ સાર્વજનિક મેટ્રો પર ચઢતા પહેલા 100 વખત વિચારવા લાગ્યા છે. જે સરકાર આવા પુલનું ફિટનેસ અને ઓડિટ નથી કરતી, તે સરકારનું ફિટનેસ અને ઓડિટ હવે જનતા કરશે. જો અમે સવાલ નહીં પૂછીએ તો જે પ્રકારની રાજનીતિ આ રાજ્યમાં ચાલી રહી છે, તે ચાલતી રહેશે.

 

 


Share this Article