BREAKING: પૂર્વ કચ્છની પોલીસે મીઠી રોહરની દરિયાઈ ખાડી વિસ્તારમાંથી 800 કરોડનું કોકેઈન પકડી પાડ્યું

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાંથી એક બે પેકેટ ચરસના મળી આવ્યા, lokpatrika
Share this Article

Gujarat News: લાંબા સમયથી ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાંથી એક બે પેકેટ ચરસના મળી આવ્યાનાં નાના સમાચાર વચ્ચે પૂર્વ કચ્છની પોલીસે ગુરુવારે બપોરે મીઠી રોહરની દરિયાઈ ખાડી વિસ્તારમાંથી 800 કરોડનું કોકેઈન પકડી પાડ્યું હતું.

પૂર્વ કચ્છના એસપી સાગર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, માદક પદાર્થની ડિલિવરી થવાની ટિપ્સ વચ્ચે ગુરુવારે બપોરે લોકલ પોલીસે મીઠી રોહર વિસ્તારની ખાડીમાંથી બિનવારસુ હાલતમાં પડેલા કોકેઈન જથ્થાને કબ્જે કર્યો હતો. આંતરરાષ્ટ્રિય બજારમાં જેની કિંમત 800 કરોડ રૂપિયા જેટલી થાય છે તેવો આ 80 કિલોનો માલ કોણ જેવી રીતે અહી લાવ્યું તેની પોલીસ તપાસ કરી રહી છે.

વરસાદને લઇને હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ ઘટશે

સુખ અને સંપત્તિનો વરસાદ કરશે ગુરુવારના આ પાંચ ઉપાયો, ભગવાન વિષ્ણુ તમારાં બધા જ દુઃખ હરી લેશે

SBI માં બહાર પડી હજારો નોકરીઓ, તમે પણ ફટાફટ અરજી કરી દો, ૧૩ લાખ રૂપિયા પગાર મળશે, જાણો સારા સમાચાર

જે.આર. મોથાલિયા, આઈપીએસ (આઈજીપી બોર્ડર રેન્જ) જણાવ્યું કે ગુજરાત પોલીસની ડ્રગ્સ સામેની કાર્યવાહી હમેંશા જારી રહી છે, અને તે અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કર્યો છે, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને તેમની ટીમે ડ્રગ્સ સામે પ્રશંસનીય કાર્યવાહી કરી છે, અને ડ્રગ્સ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.


Share this Article