પાલનપુર, ભવર મીણા: ઉત્તરાયણ ગઈ ને દિવસ મોટો અને રાત્રી નાની થવા નો પ્રારંભ થઇ ચુક્યો છે.પરંતુ શિયાળા ની કાતિલ ઠંડી હજી પીછો છોડતી ન હોવાથી લોકો ઠુઠવાઈ ગયા છે.જેના લીધે ઉત્તર ગુજરાત સહિત હિલ સ્ટેશન માઉન્ટ આબુ માં કોલ્ડવેવ ની સ્થિતિ સર્જાઈ છે.
પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુ સહિત ઉત્તર ગુજરાત માં દેહ ઠારતી ઠંડી માં લોકો ઠુઠવાઈ ગયા છે.કમોસમી વરસાદ ને ત્યાર બાદ વાતાવરણ ચોખ્ખું થઈ ગયા બાદ છેલ્લા કેટલાક દિવસ થી કાતિલ ઠંડી નો અનુભવ લોકો કરી રહ્યા છે.જ્યારે ગિરી મથક માઉન્ટ આબુ માં લઘુત્તમ તાપમાન શૂન્ય થી નીચે માઇનસ રહેતા સર્વત્ર બરફ ની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી રહી છે. માઉન્ટ આબુ માં ગુરુવારે પણ માઇનસ 3 ડીગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાતા વાહનો સહિત બાગબગીચાઓ માં બરફ બાજી ગયો હતો.