સુરતના બે મિકેનિકલ એન્જિનિયરોએ કોન્ડોમ વેન્ડિંગ મશીનની શોધ કરી છે. ગુજરાતમાં પ્રથમવાર સુરત શહેરમાં કોન્ડોમ વેન્ડિંગ મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. મેડિકલ શોપ પર જઈ કોન્ડમની ખરીદી શરમજનક લાગતી હોવાને કારણે આ મશીન આ મશીનની શોધ કરી. આ મશીનથી 24 કલાકમાં ગમે ત્યારે ક્યુ આર કોડ દ્વારા કોન્ડમની ખરીદી કરી શકે છે. ડભોલી ચાર રસ્તા પર શ્યામ મેડિકલમાં આ મશીન લગાવવામાં આવ્યું છે. હાલમાં તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ગુજરાતમાં પ્રથમવાર કોન્ડમ વેન્ડિંગ મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. આમતો, સેનિટરી પેડના વેન્ડિંગ મશીન અંગે સાંભળ્યું હશે અથવા તો જોયું પણ હશે પણ કોન્ડમ વેન્ડિંગ મશીન વિશે સાંભળતા આશ્ચર્ય થશે પરંતુઆ વાત સાચી છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાને કારણે લોકોમાં લોકોમાં ચર્ચાપાત્ર બન્યો છે. બે મિકેનિકલ એન્જિનિયર જીગર ઉનગર અને ભાવિક વોરા દ્વારા આ મશીન બનાવવામાં આવ્યું છે. વર્ષ 2019 માં સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજ થી તેઓએ મેકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
ઘણા મહિનાઓ બાદ અદાણીને મોજ પડે એવું કંઈક થયું, શેર બજારનો નજારો જોઈ હિડનબર્ગને ભારે દુ;ખ લાગી જશે
જો તમે હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો દરરોજ આ જ્યૂસ પીવો પડશે, નવા અભ્યાસમાં ખુલાસો થતાં મોટી રાહત
આ અંગે જીગર ઉનગરે જણાવ્યું હતું કે, મોટે ભાગે કોન્ડમની ખરીદી કરતી વખતે લોકો શરમજનક સ્થિતિમાં મુકાઈ જતા હોય છે . જેથી અમે બન્ને મિત્રોએ આ મશીન બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ મશીનનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ અને ઝડપી છે. એટલું જ નહીં રાત્રે 10 વાગ્યા પછી મેડિકલ સ્ટોર બંધ પણ થઈ જાય છે. આ મશીનથી તેઓ 24 કલાકમાં ક્યારે પણ ખરીદી કરી શકે છે. મશીનમાં ચાર પ્રકારના કોન્ડમ ઉપલબ્ધ છે.મશીન પર કોન્ડમ બોક્સની તસવીરો છે. જેની નીચે એક બટન અને પ્રોડક્ટ નંબર લખેલ છે. ખરીદવા માટે બોક્સની નીચેનું બટન દબાવવાનું છે. ત્યારબાદ સ્ક્રીન તમને સ્કેન કરીને ચૂકવણી કરવા માટે QR કોડ સાથે કિંમત બતાવશે. એકવાર ચુકવણી થઈ જાય પછી પ્રોડક્ટ મશીનની બહાર આવે છે.