ખાલી સાંભળ્યું હશે હવે જોઈ પણ લો.. મત માટે કોંગી ઉમેદવારો જાહેરમાં આપી રહ્યા છે પૈસાના થોડકા! વીડિયો વાયરલ થતાં હાહાકાર

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ચૂંટણી આવે એટલે રોજ નવા નવા ગતડકાં સામે આવતા જોવા મળે છે. ત્યારે હવે ફરીથી કોંગ્રેસના નેતાનો એક વીડિયો વાયરલ થયો છે જેણે સવાલો ઉભા કર્યા છે. કારણ કે આ નેતા લોકોને પૈસા આપતા જોવા મળી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસો જ બાકી છે.

આ વીડિયો વડોદરા જિલ્લામાંથી સામે આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ મતદારોને રૂપિયાની વહેંચણી કરતો આ ઉમેદવાર હવે ચર્ચાનો વિષય બન્યા છે. વાયરલ વીડિયોમાં વડોદરાના ડભોઇ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ છે એવી માહિતી સામે આવી રહી છે.

https://www.facebook.com/watch/?v=1306956490128102&t=18

આ નેતા એક ખુલ્લી જીપમાં જોવા મળી રહ્યા છે. તેઓ જીપમાંથી લોકોને રૂપિયા આપી રહ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભાયલી ગામે પ્રચાર દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર બાલકૃષ્ણ પટેલે રૂપિયા વહેંચ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આ વીડિયોની અમે પુષ્ટિ કરતાં નથી પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

 


Share this Article