રોમિલ મણવર ( બગસરા અમરેલી )
બગસરા પટેલ વાડી ખાતે સરપંચ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.અમરેલીના બગસરા શહેરમાં પટેલ વાડી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા નવા સરપંચોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો. આ તકે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી, જિલ્લા અગ્રણી સુરેશ કોટડીયા, તાલુકા કોગ્રેસ પ્રમુખ બાબુ દુધાત, શહેર કોગ્રેસ પ્રમુખ ચીરાગ પરમાર સહિત કોગ્રેસના કાર્યકરોની ઉપસ્થિતિમાં તાલુકા ભરના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
હાલ જ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે છેવાડાના ગામડાનો પણ વિકાસ થાય તેવા હેતુ અન્વયે સરપંચો દ્વારા કામગીરી કરવામાં ધારાસભ્ય પરેશ ધાનાણીએ સાથે હોવાનું જણાવ્યું હતું. હાલ બગસરા તાલુકાના સરપંચો વિકાસ લક્ષી કામો કરે તેવા હેતુથી તાલુકાના સરપંચોને સાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ તકે તાલુકાના પ્રમુખ બાબુ દુધત, શહેર પ્રમુખ ચિરાગ પરમાર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.