ચૂંટણી પહેલા જ મોટો ધમાકો, કોળી સમાજના એવા નેતાએ પંજો પકડ્યો કે આખું પરિણામ ફેરવી નાખશે, જાણો રાજનીતિના મોટા સમાચાર

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોના આગેવાનો એકટીવ મોડમા આવી ગયા છે. આ સાથે એક પછી એક રાજકીય ઉથલપાથલ પણ સામે આવી રહી છે. રાજ્યમા વધુ એક ઉથલપાથલ સામે અવી છે જેના કારણે ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. સમાચાર આવ્યા છે કે ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટી ચાલ ચાલી છે. કોંગ્રેસે કોળી સમાજના અગ્રણી મનુ ચાવડાને પોતાના પક્ષમાં જોડયા છે.

મનુ ચાવડા વિશે વાત કરીએ તો તેઓ કોળી સમાજના અગ્રણી છે. આ સાથે તેઓ આ અગાઉ ભાજપના પૂર્વ પ્રદેશ મંત્રી, ઠાકોર કોળી વિકાસ નિગમના ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે અને અત્યારે ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે કાર્યરત છે. હાલમા મનુ ચાવડા SC,ST અને OBCના મહાસંઘના પ્રદેશ પ્રમુખ છે.

આ તમામ બાબતોને ધ્યનમા લેતા મનુ ચાવડા નુ કોંગ્રેસમા જોડાવુ અન્ય પક્ષો માટે માઠા સમાચાર છે. મળતી માહિતી મુજબ મનુ ચાવડાને આજે અશોક ગહેલોતની હાજરીમાં કોગ્રેસનો ખેસ પહેરાવવામા આવ્યો છે. મનુ ચાવડા કોળી સમાજ પર પ્રભૂત્વ ધરાવે છે જેથી તેઓ ભાજપને તગડી ટ્ક્કર આપી શકે છે. આ સાથે સમાચાર છે કે મનુ ચાવડા સાથે અન્ય આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા છે

 

 


Share this Article