કોરોના અને ઓમિક્રોન હાલ દરેક જગ્યાએ કહેર વરસાવી રહ્યો છે. સતત વધતાં કેસ ચિંતાનો વિષય બન્યા છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા રાજસ્થાનની સરહદી પોલીસ તેમજ આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જતા મુસાફરોએ આ મામલે ફરજિયાત પણે કાળજી રાખવાની જરૂર રહેશે નહિ તો તેમણે ઘરે પરત ફરવું પડશે. જો કે ગુજરાતમાં હાલ આને લઈને કોઈ પીએન કામગીરી કરવામાં આવી રહી નથી, તેમજ ગુજરાતની સરહદને લઈને તંત્ર સક્રિય ન હોય તેવું જણાઈ રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલી રાજસ્થાનના પ્રવેશ દ્વાર સમાન ગણાતી માવલ પોલીસ ચોકી પર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતમાંથી આવતા તમામ મુસાફરોએ વેક્સિનના બે ડોઝ લીધેલ છે કે ? RTPCR તેમજ રાજસ્થાનમાં ક્યાં સ્થળે જવાનું છે તે અંગેની ઝીણવટ ભરી ચકાસણી કર્યા બાદ રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે અમીરગઢ પોલીસ ચોકી પર પોલીસ જવાનો દ્વારા માસ્કને લઈને દંડની કાર્યવાહી કરવા માં આવે છે. પરંતુ આરોગ્ય વિભાગના એક પણ કર્મચારીઓ હાજર ન હોવાથી આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવતી નથી. જો કે રાજસ્થાન સરહદ પર ચેકિંગ શરૂ કરાયું છે તો ગુજરાતની સરહદો પર ક્યારે ચેકિંગ હાથ ધરવામાં આવશે તેવા લોક પ્રશ્નો ઉઠવા પામ્યા હતા.
