કોરોનાના સતત વધતાં કેસ ચિંતાનો વિષય બન્યા છે, ત્યારે હવે સિરોહી જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. કોરોનાની ત્રીજી લહેરની સ્પીડ દિનપ્રતિદિન વધી રહી હોય તેમ કોરોના પોઝીટીવના આંકડાઓમાં મોટો વધારો થઈ રહ્યો છે. જોકે બનાસકાંઠા અને રાજસ્થાનનો સિરોહી જિલ્લો અડીને આવેલો હોવાથી બન્ને જિલ્લાના માણસોની અવરજવર રહે છે. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના સિરોહી જિલ્લામાં મંગળવારે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક સાથે 100 કેસ સામે આવતા લોકો સહિત તંત્રની ચિંતા માં વધારો થયો છે.
સિરોહી જિલ્લા માં સૌથી વધુ જિલ્લાના મથક વિસ્તારમાં 46 તો રેવદર તાલુકા માં 7 કેશો નોંધાયા છે. જિલ્લાના તાલુકા મુજબ આબુરોડ તાલુકામાં 21, પિંડવાડામાં 15, રેવદરમાં 7, શિવગજમાં 10 જ્યારે સૌથી વધુ 46 અન્ય 1 કેસ નોંધાયા છે. ગુજરાત અને રાજસ્થાનના સરહદીય વિસ્તારમાં કોરોનાની ભય જનક સ્પીડ વધી છે ત્યારે બનાસ વાસીઓ સાવચેત રહેજો.