જેની મોટી બીક હતી એ જ થયું, ચીનમાંથી સીધી ગુજરાતમાં થઈ કોરોનાની એન્ટ્રી, ભાવનગર આવેલ ઉદ્યોગપતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

હાલમા કોરોના મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ભાવનગરમાં ચીનથી આવેલા બિઝનેસમેનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પીડિત યુવકને હાલમાં હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. આ યુવાનના પોઝિટિવ લક્ષણો જણાતા બીએફ.7 ટેસ્ટ માટે તરત જ સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા એક 34 વર્ષીય યુવક ચીનથી ભાવનગર આવ્યો હતો. તેની સાથે ફ્લાઇટમાં આવેલા લોકોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. યુવક શાંઘાઈ, હોંગકોંગ અને મુંબઈ થઈને ભાવનગર આવ્યો હતો. જે બાદ હવે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. 34 વર્ષીય બિઝનેસમેન કામ માટે ચીન ગયા હતા. 19 ડિસેમ્બરે ભારત પરત ફર્યા બાદ તેનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમાં તે પોઝિટવ નીકળ્યો હતો. ભારતમની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં BF.7 વેરિએન્ટના 4 કેસ મળી આવ્યા છે. જેમાંથી ત્રણ ગુજરાતમાં મળી આવ્યા હતા. જો કે, ભારતમાં મળી આવેલા કોઈ પણ દર્દીમાં ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી.

કોરોના વાયરસના કેસમાં, વિશ્વના ઘણા દેશોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીન, જાપાન સહિત ઘણા દેશોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ચીનમાં, હોસ્પિટલોમાં વેન્ટિલેટરની પણ અછત છે. ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ BF.7 ચીનમાં હાહાકાર મચાવી રહ્યું છે. ભારતમાં પણ આ પ્રકારના 4 દર્દીઓ મળી આવ્યા છે. આ પછી ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ કોરોના સંકટને લઈને એડવાઈઝરી જારી કરી છે.

જેમાં IMAએ જણાવ્યું હતું કે..

-જાહેર સ્થળોએ માસ્ક પહેરવું જરૂરી છે.

-સામાજિક અંતર જાળવવું જરૂરી છે

-સેનિટાઈઝર અને સાબુથી હાથ ધોવાનું રાખો.

-રાજકીય અને સામાજિક સભાઓમાં જવાનું ટાળો

-આંતરરાષ્ટ્રીય મુસાફરી ટાળો

-તાવ, ગળામાં દુખાવો, ઉધરસ કે લૂઝ મોશન વગેરે જેવી સમસ્યાઓથી પરેશાન હોય તો ડોક્ટર પાસે જાવ.

-શક્ય તેટલી વહેલી તકે કોવિડ રસીકરણ કરાવો, જેમાં બુસ્ટર ડોઝનો પણ સમાવેશ થાય છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 145 કેસ નોંધાયા છે, જેમાંથી 4 કેસ BF.7ના છે. છેલ્લા 24 કલાકમાં ચીન, જાપાન, કોરિયા અને અમેરિકામાંથી 5 લાખ 37 હજાર કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકાર કોરોનાના નવા પ્રકારને લઈને એક્શન મોડમાં આવી છે. સરકારે એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનું રેન્ડમ ચેકિંગ માટે સૂચનાઓ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે ટૂંક સમયમાં નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી શકે છે.


Share this Article