સમગ્ર વિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, દરરોજ વધતાં કેસ ચિંતાનો વિષય બન્યા છે. ત્યારે હવે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ પુર્વે કોરોના બેકાબુ બન્યો હોય તેવી સ્થિતી સર્જાણી છે. આજે માત્ર ચોવીસ ક્લાકમાં જ કોરોનાના 35 નવા કેસ નોંધાયા છે. જ્યારે પાંચ દિવસમાં સંક્રમિત દર્દીનો આંકડો 100ને વટાવી 117 પર પહોંચ્યો છે. જેના કારણે વાઈબ્રન્ટ પર કોરોનાનું સંકટ તોળાઈ રહ્યું છે.
બોલીવુડમાં પણ કોરોના કહેર વરસાવી રહ્યો છે, દરેક જગ્યાએ આજે કોરોનના કેસમાં વધારો થઈ રહો છે, રાજ્યના આરોગ્ય વિભાગના સચિવ મનોજ અગ્રવાલ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ મનોજ અગ્રવાલ પોતાના આવાસ પર હોમ આઇસોલેટ થઇ ગયા છે.
તેમણે 3 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં હાજરી આપી હતી
વાઈબ્રન્ટ સમિટમાં તંત્ર માટે સૌથી મોટી મૂંઝવણ કોરોના મહામારીની છે. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વીવીઆઇપી ડેલીગેટ્સ ઉપસ્થિત રહેશે. મનોજ અગ્રવાલ સિવાય ગાંધીનગર કર્મયોગી ભવનમાં કમિશનર ઑફ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેટર અને ગુજરાત અર્બન ડેવલોપમેન્ટના એમડી તરીકે ફરજ બજાવતા રાજકુમાર બેનીવાલનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકુમાર બેનીવાલને ગત વાઈબ્રન્ટના તેમના અનુભવને ધ્યાનમાં રાખીને આ વખતના વાઈબ્રન્ટ સમિટ-2022માં પણ અગત્યની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય નાણાં વિભાગના અગ્ર સચિવ જેપી ગુપ્તા, ટૂરિઝમ સેક્રેટરી હરિત શુક્લા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આમ વાઈબ્રન્ટ સમિટના 5 દિવસ પહેલા જ 5 IAS અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. જણાવી દઈએ કે, અગાઉ પણ સામાન્ય વહીવટ વિભાગના એક અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.