ડીસા: બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ની સૂચનાથી ડીસા ડીવાયએસપી ના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા પોલીસ મથક ના પી આઇ અને કર્મચારીઓની ટીમ ગઈ કાલે રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે બે ઈનોવા ગાડી ઓ ને રોકાવી અંદર તપાસ કરતા અંદરથી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે દારૂ ભરેલી બંને ગાડીઓ જપ્ત કરી બે આરોપીઓની અટકાયત કરી દારૂ ગાડી મોબાઈલ નંબર પ્લેટ સહિત ૩૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા રૂરલ પોલીસ મથક ના પી આઇ એમ જે ચોધરી ગઈકાલે રાત્રે સ્ટાફ ના રાજેશભાઈ વિષ્ણુભાઇ ચોધરી વિજયસિંહ પ્રધાનજી ઇદ્રિશખાન મુકેશકુમાર શિવાભાઇ પોપટભાઇ રમેશભાઇ અશોકજી રોહિતકુમાર સહિત ની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે બે ઈનોવા ગાડીઓને રોકાવી તપાસ કરતા અંદરથી દારૂની ૨૪૯૪ બોટલો મળી આવી હતી પોલીસે ૧૦,૦૨,૮૦૦/ નો દારૂ મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/ તથા ઇનોવા કાર નં.GJ-01-RY-9589 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા ઇનોવા કાર નં.GJ-18-BJ-9099 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-* તથા ચાર વાહન રજીસ્ટ્રેશન નંબર પ્લેટ નં.GJ-37-J-2379 એમ મળી કુલ કિ.રૂ.૩૦,૧૨,૮૦૦/- ના મુદામાલ સાથે આરોપી ૧) રવિન્દ્ર માંનારામ ધુડારામ વિશ્નોઇ રહે.પુનાસા તા.ભિનમાલ જી.જાલોર (રાજસ્થાન) (૨) કિશનલાલ ગેનારામ અચળારામ જાટ (ચૌધરી) રહે.ડઉકીયા કી ઢાણી ખડીન તા.રામસર જી.બાડમેર (રાજસ્થાન). વાળા ને પકડી પાડી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ ડીસા રૂરલ પોલીસે હાથ ધરી છે