ગુજરાતના વડોદરા શહેરમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. આ વાત જાણીને તમારા હોશ પણ ઉડી જશે. વાસ્તવમાં વડોદરામાં એક યુવતીએ ઝોમેટોથી ઓનલાઇન ફૂડ મંગાવ્યું હતું. ઓર્ડર આપીને પહોંચેલા યુવકે અચાનક જ યુવતીનો હાથ પકડી લીધો અને પછી તેને કહ્યું કે તે તેને ખૂબ જ પ્રેમ કરે છે. જોકે, યુવતીએ તેનો હાથ છોડાવીને તેના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. આ બાદ આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
ખાવાનું આપવાના બહાને હાથ પકડ્યો
આ દિવસોમાં ઓનલાઇન ફૂડ ડિલિવરીનો ટ્રેન્ડ નોંધપાત્ર રીતે વધ્યો છે. આ દરમિયાન ઘણી ઘટનાઓ પણ સામે આવે છે. વડોદરાઃ વડોદરામાં ઓનલાઇન ડિલિવરી કરતી વખતે ડિલિવરી બોયે મહિલાની છેડતી કરી હોવાની ચોંકાવનારી ઘટનામાં ચકચાર મચી ગઇ છે. અહીં વડોદરાના એક એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ ઓનલાઇન જમવાનું મંગાવ્યું હતું. તેનો ઓર્ડર ઝોમેટોના ફૂડ ડિલિવરી બોય મોહમ્મદ અકમલ ફિરોઝવાલાએ લીધો હતો. યુવતીને ખાવાનું આપ્યા બાદ તેણે તેનો હાથ પકડી લીધો. આ પછી, યુવતી આશ્ચર્યચકિત થઈ ગઈ.
ટ્રમ્પની ધરપકડ થશે? સુપ્રીમ કોર્ટે સજા મોકૂફ કરવાનો ઇનકાર કર્યો, જાણો શું તેઓ શપથ લઈ શકશે કે કેમ
અદાણી ગ્રુપ-ઈસ્કોન મહાકુંભમાં ‘મહાપ્રસાદ સેવા’ શરૂ કરશે, શ્રદ્ધાળુઓને ભોજન પીરસશે
પોલીસે ધરપકડ કરી
આ દરમિયાન આરોપીએ યુવતીનો હાથ પકડીને કહ્યું કે, તું ખૂબ જ સુંદર છે અને તું મને ખૂબ જ ગમે છે. જોકે, ડિલિવરી બોયની એક્શન જોઇને યુવતીએ તરત જ પોતાનો હાથ છોડાવી દીધો હતો. તેમણે પોતાના પરિવારને ઘટનાની જાણકારી આપી હતી. પરિવારજનોના કહેવાથી યુવતીએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ડીસીપી ઝોન-1 જુલી કોઠિયાએ જણાવ્યું હતું કે, આરોપી સામે યુવતીની છેડતીની ફરિયાદ મળી હતી. ફરિયાદ બાદ આરોપી વિશે માહિતી એકઠી કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.