અધધ.. ચાર્જ રૂપિયા 7 લાખ, દારૂ પીવાની છૂટ બાદ ગિફ્ટ સિટી ક્લબની ડિમાન્ડ વધી, 48 કલાકમાં નવા 107 સભ્યો નોંધાયા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gandhinagar News: ગુજરાતમમાં દારૂની છૂટ મળવી એટલે… સરકાર દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપ્યા બાદ હવે ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ લેવા માટે લોકોની પડાપડી થઈ રહી છે. ગિફ્ટસિટીમાં દારૂ પીવાની મંજૂરી બાદ ગિફ્ટસિટી ક્લબની ડિમાન્ડ વધી છે. અને તમને જણાવી દઈએ કે, ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ ચાર્જ રૂ. 7 લાખ છે, તેમ છતાં પણ 48 કલાકમાં જ નવા 107 સભ્યો નોંધાયા છે.

રાજ્ય સરકારે અહીં દારૂ પીવાની છૂટ આપતા ગિફ્ટસિટી ક્લબમાં માત્ર 48 કલાકમાં જ 107 લોકોએ મેમ્બરશીપ મેળવી લીધી છે. વિગતો મુજબ ગિફ્ટસિટી ક્લબે મેમ્બરશીપમાં જ રૂ .7.49 કરોડની કમાણી કરી લીધી છે. નોંધનિય છે કે, અત્યાર સુધીમાં ગિફ્ટસિટી ક્લબમાં મેમ્બર્સની સંખ્યા વધીને 2,350 સુધી પહોંચી ગઈ છે. ગાંધીનગર ગિફ્ટસિટી ક્લબમાં હાલ મેમ્બરશીપનો ભાવ 7 લાખ છે.

દારૂ પીવાની છૂટછાટ ખાલી તમને જ મળશે

દારૂ પીવાની છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ તથા માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગીફટ સીટીની હોટેલ્સ, રેસ્ટોરેન્ટસ, ક્લબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આપી જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે.

દરેક લોકો વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી પરવાના મેળવી શકશે?

ગીફટ સીટી ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ, રેસ્ટોરેન્ટસ, કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે. ગીફટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ, કલબ, રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ, હોટેલ, કલબ, રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ. આ સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

શું ખરેખર દરેકને ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ?

નીતિન ગડકરીનું વચન, ભારતમાં દર વર્ષે 1 કરોડ EV વેચાશે, 5 કરોડ લોકોને મળશે રોજગાર

વાહ: ફૂફાડા મારતા કોરોનાને શાંત પાડવા અમદાવાદમાં તૈયારી શરૂ, રાજકોટ પણ સજ્જ, જાણો ગુજરાત સરકારની તૈયારી

હદ છે પણ હોં! મુખ્યમંત્રીની જીભ લપસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી દીધી, ચારેકોર બદનામી થઈ

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટીએ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં ” વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે.

 


Share this Article