Gujarat News: સમાજની એકતા અને સમાજની મદદ હોય તો શું થઈ શકે એનો ઉત્તમ દાખલો સગર સમાજે આપ્યો છે. દ્વારકાના ભાણવડના જામ રોજીવાડા ગામનો દિપેન નનેરા એકદમ સામાન્ય પરિવારમાંથી આવે છે. કુદરતની થપાટ લાગી અને 22 વર્ષના આ છોકરાની બન્ને કિડની ખરાબ થઈ ગઈ. જીવવાના પણ ફાંફાં હતા એવી સ્થિતિમાં આવેલા દિપેનના પરિવારને પણ ચિંતા હતી કે આખરે દિપેનનું શું થશે?
કારણ કે કિડની બદલવા માટે 15 લાખથી પણ વધારે રૂપિયાની જરૂર પડે અને ટૂંકી જમીન ધરાવતા જાદવભાઈ નનેરા પાસે આટલા રૂપિયા નહોતા. ત્યારે સગર સમાજને એક હાંકલ કરી અને સમાજ પણ ખોબલે ને ખોબલે વરસ્યો. આજે ભગવાનની કૃપાથી ઓપરેશન પાર પડ્યું અને દિપેન તેમજ દિપેનને કિડનીનું દાન કરનાર એમના દાદા બન્નેની હાલત પણ સ્વસ્થ છે અને ઓપરેશન પાર પડી ગયું છે.
છેલ્લા 45 દિવસથી દિપેનના સારવારની પ્રકિયા ચાલી રહી હતી. ડાયાલિસીસ અને જરૂરી તમામ પ્રકારની ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી હતીય તો વળી છેલ્લા 3 દિવસથી તેઓ હોસ્ટિપલમાં દાખલ હતા. આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના અઢી વાગ્યા સુધી આ ઓપરેશન ચાલ્યું અને આખરે ઓપરેશન સફળ પણ રહ્યું. હાલમાં બન્ને દાદા દીકરાની તબિયત પણ સ્વસ્થ છે. બધાને ઓળખે છે અને વાતચીત પણ કરવા લાગ્યા છે. દિપેનનો પરિવાર હદૃયના ઉંડાણેથી સગર સમાજનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અને દંડવત પ્રણામ કરે છે. આ સાથે જ પરિવારને મળેલા દાનમાં હજુ ઘણી રકમ ઘટી રહી છે તો એમને વધારે મદદ કરવા માટે પણ વિનંતી કરે છે.
દાન માટે કરવામાં આવેલી અપીલ થકી સગર સમાજે 3.5 લાખનું દાન કર્યું છે. તો વળી કેટો એપ્લિકેશનમાંથી પણ 70000 રૂપિયા જેવું દાન આવ્યું છે. હજુ પણ 10 લાખ જેટલા રૂપિયાની જરૂર છે. તો પરિવાર આપને કરબદ્ધ વિનંતી કરી રહ્યા છે કે થઈ શકે એટલી મદદ કરો. તમારી જેવી શક્તિ એવી ભક્તિ પ્રમાણે જો દિપેનના જીવન માટે દાન કરશો તો ભવિષ્યમાં દિપેન જરૂરથી એક સારો નાગરિક બનીને દેશ માટે કંઈક કરી શકશે. દિપેન અને દિપેનનો પરિવાર સમસ્ત સગર સમાજનો હદૃય પૂર્વક આભાર વ્યક્ત કરે છે અને આજે જો દિપેનને નવું જીવન મળ્યું હોય તો આપ સૌ સગર સમાજના લોકોના લીધે મળ્યું છે.
હજુ બાકી રહેલા દાનમાં તમે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને દિપેનને નવું જીવન જીવાડવામાં મદદ કરો. આપ દિપેનભાઈની વધારે વિગત માટે એમના પિતા જાવદભાઈ ડાયાભાઈ નનેરાને 9427283719 નંબર પર કોન્ટેક કરી શકો છો.
દાન કરવા માટે દિપેન ભાઈની બેંક એકાઉન્ટ વિગતો
Name:- nanera dipen jadav bhai
Bank name :- State Bank of India Bhanvad
AC . No:- 36900310843
Ifsc :- SBiN0060089