મતદાનના કલાકો પહેલાં જ ભાજપના કાર્યકર્તાઓ આ જિલ્લામાં લોકોને પૈસા વહેંચી રહ્યા છે! નોટના બદલે વોટ લેવાની ઘેલછા….

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

હજુ થોડા દિવસો પહેલાની જ વાત છે કે દાંતા પંથકનો એક વીડિયો વાયરલ થયો હતો, વાયરસ વીડિયોમાં આદિવાસી લોકોને ખુલ્લેઆમ નીતે બેસાડીને રૂપિયા વહેંચવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં દાંતાનાં ભાજપનાં અગ્રણી એલ.કે બારણ પણ ફરતા જોવા મળ્યા હતા. ત્યારે હવે બીજો વીડિયો વાયરલ થયો છે અને કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કેટલાક લોકો રાત્રીના સમયે રૂપિયાનું વિતરણ કરતા દેખાઈ રહ્યા છે.

હાલમાં મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે કોઈક સાડીની લ્હાણી કરે છે તો કોઈક નોટોની લ્હાણી કરે છે. એ જ અરસામાં કેટલાક લોકો રાત્રીના સમયે રૂપિયાનું વિતરણ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો દાંતા વિધાનસભા વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે અમીરગઢના સુરેલા ગામે ભાજપ સભામાં કાર્યકરો દ્વારા પૈસાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે આ વીડિયો વિશે કોઈ પાક્કી ખાતરી હજુ થઈ નથી.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે થવા જઈ રહ્યું છે. મતદાનને ગણતરીની કલાકો જ બાકી છે. એવામાં ચૂંટણી પહેલા વાયરલ થયેલા એક વીડિયોથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ઉપરા ઉપરી ભાજપના આવા પૈસા આપવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે સવાલ એ છે કે શું ચૂંટણી પંચ એના પર કોઈ કાર્યવાહી કરે છે કે કેમ?

 


Share this Article