રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમા દિવાળી વેકેશનને લઇને જાહેરાત કરી દીધી છે. વિદ્યાર્થીઓ માટે ખુશખબર આપતા વેકેશન અંગે શિક્ષણ વિભાગે માહિતી આપતો પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર મુજબ શાળાઑમાં દિવાળી વેકેશન કુલ 21 દિવસનુ રહેશે. 20 ઑક્ટોબરથી 9 નવેમ્બર સુધી તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશન રહેશે.
21 દિવસના વેકેશન બાદ પ્રથમ સત્ર સંપન્ન થઈ અને તા.10મી નવેમ્બરથી શાળાઑ ખુલતા દ્વિતિય સેમેસ્ટરનો પ્રારંભ થશે. માહિતી મુજબ પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહેશે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીઓએ આ અંગેની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓ તેમજ તાબા હેઠળની તમામ શાળાઓને જાણ કરવા પરિપત્રમા જણાવાયુ છે.