ગુજરાત નજીક ઇઝરાયેલના જહાજ પર ડ્રોન હુમલો, બચાવવા પહોંચી ભારતીય નેવી, હુથી વિદ્રોહીઓ પર શંકા!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

World News: હિંદ મહાસાગરમાં ડ્રોન હુમલાથી વેપારી જહાજને નુકસાન થયું હતું. રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. શનિવારે બે મેરીટાઈમ એજન્સીઓએ કહ્યું કે આ જહાજ ઈઝરાયેલનું છે. ગુજરાતના વેરાવળથી 200 નોટિકલ માઈલ દક્ષિણપશ્ચિમમાં જહાજ પર થયેલા હુમલામાં એક અનક્રુડ એરિયલ સિસ્ટમ (UAS) સામેલ હતી.

બ્રિટિશ સૈન્યના યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઑફર્સ (યુકેએમટીઓ) અને મેરીટાઇમ સિક્યુરિટી ફર્મ એમ્બ્રેના જણાવ્યા અનુસાર હુમલાના કારણે જહાજમાં આગ લાગી હતી. આ બંને સંસ્થાઓએ એમ પણ કહ્યું કે લાઇબેરિયન-ધ્વજવાળું જહાજ રાસાયણિક ઉત્પાદનનું ટેન્કર હતું અને તે ઇઝરાયેલનું હતું.

આજે સસ્તું સોનું ખરીદવાની છેલ્લી તક, ઘરે બેઠાં-બેઠાં ઓનલાઈન કરો રોકાણ, જાણો સરકારની સ્કીમની સંપૂર્ણ પ્રક્રિયા

ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ

વિસ્ફોટના કારણે આગ

UKMTOએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “UKMTO ને એક જહાજ પર અનક્રુડ એરિયલ સિસ્ટમ (UAS) દ્વારા હુમલાનો અહેવાલ મળ્યો છે, જેના કારણે વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી. આ ઘટના ભારતના વેરાવળથી 200 nm દક્ષિણ પશ્ચિમમાં બની હતી. આગ બુઝાઈ ગઈ છે, કોઈ જાનહાનિ નથી. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. જહાજોને સાવચેતી સાથે આગળ વધવાની અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ UKMTOને કરવાની સલાહ આપવામાં આવે છે.”ઈઝરાયેલના જહાજ પર આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે તાજેતરમાં ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓએ લાલ સમુદ્રમાંથી પસાર થઈ રહેલા ઈઝરાયેલના જહાજોને નિશાન બનાવવાની ચેતવણી આપી હતી. હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં અનેક વેપારી જહાજોને પણ નિશાન બનાવ્યા હતા.


Share this Article