મહિનાઓ પહેલા દેશના અનેક રાજ્યો વીજળી સંકટના આરે આવી ગયા હતા. જેની પર કેન્દ્ર સરકારની ભારે ટીકા કરવામાં આવી હતી, પરંતુ સમય જતાં આ સંકટ ટળી ગયો હોવાનું માનવામાં આવતું હતું. એમાં પણ નવા વર્ષની શરૂઆતમાં આ સ્થિતિ સામાન્ય બની જશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. જાેકે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના સૂરતગઢ સુપર થર્મલ પાવર સ્ટેશનની સ્થિતિ કંઇક અલગ જ પરિસ્થિતિ હોવાનું દર્શાવી રહી છે.
૧૫૦૦ મેગાવોટ ઉત્પાદન ક્ષમતા ધરાવતું રાજસ્થાનનું આ મહત્વનું થર્મલ પાવર સ્ટેશન છેલ્લા ૧૦ દિવસથી ઠપ પડેલું છે. સરકાર આ માટે રાજ્યમાં વીજળીની ઓછી ખપતને કારણ બતાવી રહી છે. તો બીજી તરફ મજૂર યૂનિયન દ્વારા થર્મલ પાવર સ્ટેશનને જાણીજાેઇને નુકસાનમાં ચલાવવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે.
રિપોર્ટ મુજબ ૫ જાન્યુઆરીએ ૨૫૦ મેગાવોટ વીજળી ઉત્પાદન ક્ષમતા ધરાવતા યૂનિટને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. અહીં પાંચ યૂનિટ પહેલેથી જ બંધ પડ્યા હતા. રાજસ્થાનના સૂરતગઢ થર્મલ પાવર સ્ટેશનને આશરે ૬૦૦૦ કરોડ રુપિયાના ખર્ચે ઉભો કરવામાં આવ્ય છે અને આ પ્રોજેક્ટ રાજ્ય માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, પરંતુ લાંબા સમયથી અહીં માત્ર ૨૫૦ મેગાવોટના પહેલા યૂનિટ દ્વારા જ વીજળી ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે હવે આ થર્મલ પાવર સ્ટેશનમાં વીજળીનું ઉત્પાદન નહિવત સમાન થઇ ગયું છે. પરિસ્થિતિ એવી છે કે આખા પ્રદેશમાં વીજળી સપ્લાય કરતાં આ થર્મલ સ્ટેશને પોતાના સંચાલન માટે ક્રિટિકલ યૂનિટ પાસેથી વીજળી લેવી પડી રહી છે.
માહિતી મુજબ સૂરતગઢ સુપર થર્મલ પાવર સ્ટેશનના સંચાલનમાં ગડબડ હોવાને લીધે અહીં કામ કરતાં મજૂરો પણ ઉબઇ ગયા છે અને અન્ય કામની શોધમાં અહીંથી પલાયન થઇ રહ્યા છે. પ્લાન્ટ વારંવાર બંધ કરવાને લીધે મજૂરોને રોજગાર મળતો નથી જેના લીધે તેઓ બીજુ કામ શોધવા માટે મજબૂર થયા છે.