દિનેશ સાધુ ( રાધનપુર )
અવારનવાર અધિકારીઓએ લાંચ લીધા હોવાના સમાચાર સામે આવતા જ રહે છે ત્યારે રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે ફરજ બજાવતા બે કર્મચારી બે લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. રાધનપુર ખાતે એસીબીની સફળ ટ્રેપ દ્વારા રાધનપુર નગરપાલિકાના લાંચ લેતા કર્મચારીઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. રાધનપુર ખાતે આવેલ ગણેશ કોમ્પલેક્ષની પરમીશન આપવા માટે આ કર્મચારીઓએ બે લાખ રૂપિયાની લાંચ માંગી હોવાનું સામે આવ્યું હતું.
બીલ્ડીંગ કોમ્પલેક્ષનું કામ બાંઘકામ પૂરા થયા બાદ બી.યુ. પરમીશનનું પ્રમાણપત્ર મેળવવાની અરજી કરવામાં આવી હતી. બી.યુ. પરમીશનનું પ્રમાણપત્ર આપવા માટે કર્મચારી દ્વારા લાંચ માંગવામાં આવી હતી, ત્યારે નાગરિક દ્વારા આ મામલે એસીબીનો સંપર્ક કરી તેમને માહિતી આપવામાં આવી હતી, આ માહિતીના આધારે એસીબીએ સફળ ટ્રેપ દ્વારા રાધનપુર નગરપાલિકાના લાંચ લેતા કર્મચારીઓને રંગે હાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.