વિદેશ મંત્રી એસ જયશંકર વિદેશના 50થી વધુ રાજદૂતો સાથે પહોંચ્યા ગુજરાત, નવરાત્રીના રંગે રંગાયા

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે ગુજરાતમાં નવરાત્રીની ઉજવણીમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ વિદેશી રાજદૂતો અને હાઈ કમિશનરો સાથે પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ તેઓ 60 દેશોના પ્રતિનિધિઓ અને રાજદૂતોને મળ્યા હતા. ડેલિગેટ્સ અને રાજદૂતોને મળ્યા બાદ જયશંકરે જણાવ્યું હતું કે, “આ ગર્વની વાત છે કે અમે આજે વિદેશના 50થી વધુ રાજદૂતો સાથે અહીં આવ્યા છીએ. આજે તેઓ વડોદરામાં સમય વિતાવશે. આવતીકાલે તેઓ કેવડિયા જશે.

તેમણે આગળ કહ્યુ કે સાંજે તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે.  નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, તેઓ તહેવારની મજા માણી દિવસ પસાર કરશે. તેઓ અહીંનો વિકાસ જોઈને ઉત્સાહિત છે.” વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે, “તેમનામાં ઘણો ઉત્સાહ છે, તેઓ ગુજરાતની પ્રગતિ જોવા માંગે છે. મને આશા છે કે, તેમના મનમાં ગુજરાત વિશે સારી છબી ઉભી થશે.”

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વીટ કર્યું કે, “નવરાત્રીના અનુભવ માટે વડોદરામાં રાજદૂતો અને હાઈ કમિશનરોને જોઈને આનંદ થયો. આજે રાત્રે ઉજવણીમાં ભાગ લેવા માટે આતુર છું.” આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે અને દેશભરના ભક્તો મા દુર્ગાના છઠ્ઠા અવતાર દેવી કાત્યાયનીની પૂજા કરશે. આ દિવસોમાં દેશભરમાં નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે.

આજે શારદીય નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા શક્તિના છઠ્ઠા સ્વરૂપ માતા કાત્યાયનીનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. નવરાત્રિનો દરેક દિવસ દેશભરમાં એક જ રીતે ઉજવવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવે તેમની શક્તિઓને જોડીને દેવી કાત્યાયની બનાવી. માતા કાત્યાયની જેને મહિષાસુરમર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે તેણે મહિષાસુર રાક્ષસનો વધ કર્યો.


Share this Article