Gujarat News: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા સાઠંબા વિસ્તારમાં અન્ય ગુન્હામાં એસ ડી એમ હોવાનો રોફ જમાવયો હતો ત્યારબાદ ચોકવનારો ખુલાસો થતા ડેપ્યુટી કલેક્ટર નકલી હોવાનું બહાર આવતા અરવલ્લી જિલ્લામાં હડકંપ મચ્યો હતો સાઠંબા પોલીસે નકલી એસડીએમ ની અટકાયત કરીને ગુનો નોંધ્યો હતો
હાલમાં જાણે નકલી વસ્તુઓ બાદ નકલી ડિગ્રીઓનો જમાનો આવ્યો હોય એવું લાગી રહ્યું છે. નકલી ટોલનાકું, નકલી શિક્ષક બાદ હવે ડેપ્યુટી કલેક્ટર નકલી હોવાનું બહાર આવતા અરવલ્લી જિલ્લામાં હડકંપ મચ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સાઠંબા પોલીસે નકલી એસડીએમ ની અટકાયત કરીને ગુનો નોંધ્યો હતો. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાના ઈન્દ્રાણ પંથકમાં તપાસ અર્થે પોલીસ પહોંચી હતી. ત્યારે આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ એ પોતે રાજ્ય સેવક ન હોવા છતાં પોતે SDM (સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ) ડે.કલેક્ટર તરીકેની ઓળખાણ આપી હતી.
જો કે જોવા જેવી વાત એ હતી કે વાત એટલેથી પુરી નથી થઈ જતી. બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ આઈ કાર્ડ પણ બતાવ્યું અને વાત કરી કે તે નડીયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ – 2022 થી રેવન્યુ વિભાગમાં એ.ડી.એમ. તરીકે ફરજ બજાવે છે.
આખી વાતનો પોલીસને એ રીતે ખ્યાલ આવ્યો કે જ્યારે સાઠંબા પોલીસ એક ગુના અર્થે સઘન તપાસ માટે વિસ્તારમાં ગઈ હતી તે દરમિયાન આરોપીએ રાજ્ય સેવકના હોદ્દા ઉપરનું નામ ધારણ કરી પોતે એસ.ડી.એમ. તરીકેની ઓળખાણ આપી હતી. ત્યારબાદ સાઠંબા પોલીસે ડેપ્યુટી કલેક્ટર કહેનાર અધિકારીની વધુ પૂછપરછ કરતાં ચોકવનારી વિગતો બહાર આવી હતી જેમાં ડેપ્યુટી કલેક્ટર કહેનાર યુવક નકલી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. એટલું જ નહીં નકલી ડે.કલેક્ટરની ઓળખાણ આપી કેવા કેવા કાર્યો કર્યા હશે તે પણ તપાસનો વિષય છે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
આ વાતને લઈને સાઠંબા પોલીસે નકલી અધિકારી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. એક સવાલ એ પણ છે કે નકલી અધિકારીઓ બની કેટલીય જગ્યાએ છેતરપિંડી, રૂપિયા પડાવવા સહિતની ઘટનાઓને અંજામ આપતા હશે. ત્ચારે ઝડપાયેલા શખ્સે રાજ્યના કેટલા વિસ્તારોમાં તેની નકલી ઓળખાણ ડે.કલેક્ટર તરીકેની આપી હશે તે સવાલ છે.