ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ટ્રેક્ટર સાથે કાર અથડાતા પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામા બે બાળકોના પણ મોત થયા છે. અકસ્માતમાં ચારેય લોકો કારમાં સવાર એક જ પરિવારના હતા, જ્યારે પાંચમો વ્યક્તિ ટ્રેક્ટરનો ડ્રાઈવર હતો.
એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી. થરાદ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના જિલ્લાના પાવડાસન ગામ નજીક ધાનેડા અને થરાદ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બની હતી. હાઇવે પર ટ્રેક્ટર સાથે અથડાતા બે બાળકો સહિત કારમાં એક જ પરિવારના છ લોકો સવાર હતા. આ ઘટનામાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આ અકસ્માતમાં સાત વર્ષની બાળકી અને તેના પાંચ વર્ષના ભાઈ, તેના કાકા અને દાદાનું મોત થયું હતું, જ્યારે બાળકીની માતા અને દાદી ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.