ફરી એકવાર ગુજરાતના રાજકારણમા મોટી ઉથલપાથલ થવાના એંધાણ છે. આ પાછળનુ કારણ અમદાવાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો હાલના સંગઠનથી નારાજ હોવાનુ સામે સામે આવ્યું છે. કોંગ્રેસમાં સતત આંતરિક ડખો વધી રહ્યો છે. મળતી માહિતી મુજબ હવે તમામ પૂર્વ ધારાસભ્યો એક થયા છે. આ ઉથલપાથલ બાદ કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી બદલાવ થવાની અપેક્ષા છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો હાલના સંગઠનથી નારાજ
આ મુદ્દે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં બેઠક થાય તેવી ચર્ચા છે જેમા કોંગ્રેસને બેઠી કરવા પૂર્વ ધારાસભ્યો ભવિષ્યના આયોજનો અને નવા નેતૃત્વ અંગે ચર્ચા કરશે. હાલ ગુજરાત કોંગ્રેસના આંતરિક કલહ અને પૂર્વ ધારાસભ્ય પક્ષથી નારાજ છે. જાણકારી મુજબ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસથી નારાજ છે જેઓ બળવો કરી શકે છે.
42 દિવસ પછી 3 રાશિઓના જીવનમાં આવશે મોટું તોફાન, 6 મહિના સુધી રાહુ-ગુરુની યુતિ ખલબલી મચાવી દેશે
VIDEO: વંદે ભારત એક્સપ્રેસ પર ફરીવાર ઈંટ અને પથ્થરમારો, બારીના કાચના ભૂક્કા બોલાવી નાખ્યા
મળતી માહિતી મુજબ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો બે દિવસમાં બેઠક કરશે અને પક્ષમાં થતી અવગણનાને મુદ્દે ચર્ચા કરશે. ખાસ કરીને લલિત વસોયાની નારજગી કોંગ્રેસને ભારે પડી શકે છે.