CM ચહેરો જાહેર થતાં જ આમ આદમી પાર્ટીમાં ચારેકોર ડખા શરૂ, સૌરાષ્ટ્રથી લઈને સુરત સુધી હોબાળો મચી ગયો

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો હવે જાહેર થઈ ચૂકી છે. આ વચ્ચે સતત ગુજરાતના રાજકારણમા ઉથલપાથલ ચાલી રહી છે. ભાજપ, કોગ્રેસ સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ એડી ચોટીનુ જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર જાહેર પણ કરી દીધા છે. જો કે આ બાદ આપમાં અંદરોઅંદર ખેંચાતાણ થઈ હોવાના સામાચાર સામે આવી રહ્યા છે.


મળતી માહિતી મુજબ રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ કોંગ્રેસમા જોડાયા છે. સૌરાષ્ટ્ર સંગઠનના આમ આદમી પાર્ટીના મહામંત્રી રાજભા ઝાલાએ આ અંગે નિવેદન આપતા કહ્યુ છે કે પાર્ટીમાં કાર્યકરોને સાંભળવામાં નથી આવતા. કેજરીવાલ કોઈને મળતા નથી, કોઈને જવાબ નથી આપતા.

આપ પર નારાજગી વ્ય્કત કરતા કહ્યુ કે ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આર્થિક ઉપયોગ AAP કરી રહી છે. નવા નેતા આવે એટલે જુના નેતાને સાઈડલાઈન કરાય છે. આ બાદ રાજભાના નિવેદનનો જવાબ ગોપાલ ઈટાલિયાએ આપ્યો છે.

તેમણે કહ્યુ છે કે તેમના નિવેદનનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યુ છે અને રાજભા ફરી મજબૂતીથી આમ આદમી પાર્ટીનો અવાજ ઉઠાવશે રાજભા ઝાલાએ જે જણાવ્યું છે તેવું અર્થઘટન જુદુ કરવામાં આવ્યું છે.

 


Share this Article