Gujarat News: ગુજરાતના યુવા અને ઉત્સાહી ધારાસભ્ય દ્વારા ગામડામાંથી ખરીદી કરવા આવતા લોકો માટે નિઃશુલ્ક નાળીયેર પાણી પીવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જી હા વાત છે ગુજરાતના અમદાવાદ જિલ્લાના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની કે જેઓ હંમેશા કંઈક નવુ કરવામાં માહેર છે. પછી તે વિધવા સહાય હોય, વૃદ્ધ સહાય હોય, ભણવામાં તેજસ્વી વિદ્યાર્થી ને ટેબલેટ દેવાનુ હોય કે ખેડૂતને લગતી યોજના હોય..
આવી અનેક યોજના વિરમગામ ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં આપવાનું ચુકતા નથી. ત્યારે તાજેતરમાં ઉનાળાની ગરમીએ માઝા મૂકી છે. ત્યારે વિરમગામ તાલુકામાંથી ખરીદી અર્થે આવતા લોકોને ગરમીથી હિટ વેવ ના લાગે તે માટે છેલ્લા ઘણાં દિવસોથી મફતમાં નાળીયેર પાણીની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.
જોકે ધારાસભ્યના આ નવતર પ્રયોગથી શહેરીજનોની સાથે – સાથે ગામડામાંથી ખરીદી અર્થે આવતા લોકો આ નાળીયેર પાણી પીને પોતાને ગરમીથી રક્ષણ આપતા નજરે ચડી રહ્યા છે. અને સાથે સાથે ધારાસભ્યના આ નવતર પ્રયોગને બિરદાવી પણ રહ્યા છે.