મૌલિક દોશી (અમરેલી )
આપદે બધા જાણીએ છીએ કે વીજળી વગર આપણે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, વીજળી વગર કોઈ વ્યક્તિ એક કલાક પણ નથી રહી શકતું. વીજળી વગર તો ઘણા ધંધા અને વ્યવસાયો ઠપ્પ થઈ જતાં હોય છે ત્યારે અમરેલીમા પાછલા કેટલાક સમયથી હિરાના કારખાનેદારો વારંવાર વિજળી ગુલ થવાની સમસ્યાથી પરેશાન છે. ત્યારે આજે અહીના કારખાનેદારો એ વિજ કંપનીના અધિકારીઓને આવેદન પાઠવી આ પ્રશ્ન નહી ઉકેલાય તાે આદાેલન કરવાની ચિમકી આપી છે.
અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા આજે પીજીવીસીએલના અધિકારી ઓને આ મુદે ઉગ્ર રજુઆત કરવામા આવી હતી. અહીના હિરામોતી ચાેક અને ગજેરાપરા વિસ્તારમા અવારનવાર દિવસ દરમિયાન પાવર કાપી નાખવામા આવે છે.જેના કારણે આ વિસ્તારમા ધમધમતા હિરાના કારખાનાઅાેમા કામ અવરોધાઇ છે. અવારનવાર વિજકાપ આવતો હાેવાથી કારખાના રગડધગડ ચાલે છે. જેનાથી રત્ન કલાકોરોની રોજીરોટી પર અસર થાય છે. એટલુ જ નહી કારખાનેદારોને પણ માેટુ નુકશાન થઇ રહ્યું છે. હિરાના કારખાનેદારોએ રજુઆતમા જણાવ્યું હતુ કે જાે આ પ્રશ્નનુ નિરાકરણ લાવવામા નહી આવે તાે કારખાનેદારો દ્વારા આંદોલનનું શસ્ત્ર ઉગામવવામા આવશે