સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી, રાજકોટ, સુરત, ઉના બધે જ કમાની ધમાલ જોવા મળશે, નવે નવ નોરતા ગુજરાતની નવી સેલિબ્રિટી ઠુમકા લગાવશે

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

હાલ ગુજરાતમા ચારેતરફ કમાની ચર્ચા છે. ડાયરાઓ બાદ હવે નવરાત્રિમાં કમાની કમાલ જોવા મળશે. રાજકોટ, સુરત, ઉના સહિત શહેર-શહેરમા કમાની એન્ટ્રી થવાની છે. કમો હવે માત્ર કિર્તીદાન ગઢવીના ડાયરા પૂરતો સિમીત નથી રહ્યો, તે કમાની પ્રસિદ્ધિ મંત્રીઓ અને મુખ્યમંત્રી સુધી પહોચી છે. કમલેશભાઈ એટલે કે કમાનુ હવે એક સેલિબ્રિટીની જેમ અલગ-અલગ શહેરોમાં આયોજીત કાર્યક્રમો માટે બુકિંગ થઈ ગયું છે.

હાલ જ સુરતમાં પ્રી-નવરાત્રિ ઈવેન્ટમાં કમો પહોંચ્યો હતો જ્યા અલવીરા મીર અને ઉમેશ બારોટ હાજર હતા. અહી કમાએ જોરદાન ડાન્સથી ધૂમ મચાવી દીધી હતી. સૌનો લાડકવાયો કમો પોતાની અખંડ મોજમાં નવરાત્રીમા આખા રાજ્યમા જવાનો પ્લાન છે. માહિતી મુજબ નવરાત્રિમાં કમો કિર્તીદાનથી લઈને જિજ્ઞેશ બારોટ અને અન્ય કલાકારો સાથે જોઈ શકાશે. હવે તો કમા પર રૂપિયા જ નહીં ડોલરનો પણ વરસાદ થઈ રહ્યો છે. કમાની વિદેશી ધરતી પર ધૂમ મચાવવા માટે પણ અમેરિકાના વિઝાની તૈયારી કિર્તીદાન ગઢવીએ કરી લીધી છે.

કિર્તીદાન ગઢવીએ તેમના દિવ્યાંગ ચાહક પર ફિદા થઇને 2000 રૂપિયા આપી સન્માન કર્યું હતું જે બાદથી આજે કમાની આખી દુનિયા જ બદલાઈ ગઈ છે. કમો એટલો ફેમસ થઈ ગયો છે કે લક્ઝરીયસ કારમાં ફરે, પ્રસંગ, કાર્યક્રમ અને ઉદ્ઘાટનમાં મહેમાન તરીકે જાય, એન્ટ્રી પણ સુપર સ્ટાર જેવી અને સેલ્ફી લેવા લોકો તેમને જોઈને દોડે છે. આખા ગામમાં જ્યા પણ દીકરીના લગ્ન હોય તો કમાભાઇ પહોંચી જાય છે અને પોતાની બહેન માનીને 10 રૂપિયા શીખ આપી બહેનને વળાવે છે. કમા વિશે વાત કરીએ તો કમલેશ નરોત્તમભાઇ નકુમ જેઓ 26 વર્ષના છે અને ખેડૂત પરિવારમાથી આવે છે. તેઓ વઢવાણ તાલુકાના કોઠારીયા ગામના વતની છે અને તેઓ શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમમાં સેવાનું કામ કરે છે.

તે જન્મથી જ માનસિક વિકલાંગ છે. ડોકટરે તેમના માતા-પિતાને કહ્યુ હતુ કે તે મંદબુદ્ધિ છે. તેનો કોઈ ઇલાજ નથી. ચાલશે નહીં, બોલશે નહીં. કમાને ડાયરામાથી જે 5-25 હજારની આવક થાય તે કમો વજા ભગતના આશ્રમ ખાતે આવેલી ગૌશાળાને આપી દે છે.


Share this Article