હજારોનું ટોળું ભેગું કરી અલ્પેશ ઠકોરે બોલાવી ક્રિકેટની રમઝટ, કોરોના નિયમોની ખુલ્લેઆમ ઉડ્યા ધજાગરા

Lok Patrika
By Lok Patrika
Share this Article

કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, આવામાં ગુજરાતના મોટા કાર્યક્રમોના આયોજન પર રોક લગાવી દેવામા આવી છે. આવામા ભાજપના જ દિગ્ગજ નેતાઓ જ સરકારે બનાવેલા નિયમોનુ ઉલ્લંઘન કરીને કાર્યક્રમો યોજી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો નાઈટ ક્રિકેટના આયોજનમાં એકઠા થયા હતા. ત્યારે આ કાર્યક્રમનો વીડિયો સામે આવ્યો છે, જેમાં જનમેદની ઉમટેલી દેખાઈ રહી છે. ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જાેવા મળ્યા હતા.

ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં મોટાભાગના લોકો માસ્ક વગર જાેવા મળ્યા હતા. એક તરફ ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે સરકારી કાર્યક્રમો પર રોક લગાવી છે, તેમજ પોતાના કાર્યક્રમો પણ રદ કર્યા છે, તો પછી અલ્પેશ ઠાકોરની હાજરીમાં આટલો મોટો કાર્યક્રમ કેવી રીતે યોજાઈ ગયો. નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોરોનાની તમામ ગાઈડલાઈનનો ભંગ જાેવા મળી રહ્યો હતો. અલ્પેશ ઠાકોરની હાજરીમાં જ હજારોની મેદની એકઠી થઈ હતી. આ વિશે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે પોતાના પક્ષના નેતાનો બચાવ કરતા જાેવા મળ્યા હતા. ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, અલ્પેશ તેના આયોજનમાં ન હતા.

તેઓ કેમ ગયા તેની તપાસ કરીશું. ચૂક થયેલી છે તે દેખાઈ આવે છે. પરિસ્થિતિ ખરાબ છે, સેકન્ડ વેવ કરતા થર્ડ વેવમાં હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ ઓછું છે અને ઓક્સિજનની પણ અછત નથી. સંક્રમણ બહુ નથી. દિગ્ગજ નેતાની આ હરકતથી અનેક સવાલો ઉભા થાય છે કે, શું અલ્પેશ ઠાકોરને કોરોનાનો નથી લાગતો ડર? જાે ગુજરાતના ઝ્રસ્ કાર્યક્રમ રદ કરી શકે છે, તો અલ્પેશ ઠાકોર કેમ નહિ. કેમ ભાજપના નેતાઓ સરકારના જ નિયમોને ઘોળીને પી જાય છે. કાયદો જાે બધા માટે સમાન છે તો પછી નેતાઓને કેમ લાગુ પડતો નથી. કેમ નેતાઓ વારંવાર આ પ્રકારની હરકતો કરી રહ્યાં છે, સાથે જ લોકોના જીવ જાેખમે મૂકી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનના કેસનો આંકડો ૫ હજાર પર પહોંચી ગયો છે, તો શુ નેતાઓ જ જનતાને મોતના મુખમાં ધકેલી રહી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly