જો તમે સોના-ચાંદીના આભૂષણો ખરીદવા અથવા આ કિંમતી ધાતુમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ખરીદવાની આ એક સારી તક છે. કારણ કે, છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડા સાથે ભારતમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ભારતમાં 24 કેરેટ સોનાનો દર 10 ગ્રામ દીઠ રૂ. 71,494 છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 65,489 પ્રતિ 10 ગ્રામ છે. છેલ્લા એક સપ્તાહમાં 24 કેરેટ સોનાના ભાવમાં 0.16 ટકાનો ઘટાડો થયો છે અને છેલ્લા દસ દિવસમાં સોનાના ભાવમાં 0.08 ટકાનો વધારો થયો છે. ચાંદી અત્યારે 822.78 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહી છે.
ડૉલર મજબૂત થાય છે અને સોનું નબળું પડે છે
અમેરિકી ડૉલર બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને ડૉલરમાં આ મજબૂતાઈ સોના માટે નકારાત્મક છે. અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ ડેટા ખરાબ રહ્યો છે. તે જ સમયે, અન્ય ઘણા મેક્રો આર્થિક ડેટા આવી રહ્યા છે. આ આંકડા દર્શાવે છે કે યુએસ સેન્ટ્રલ બેંક આ મહિને વ્યાજદરમાં કેટલો ઘટાડો કરશે.
બજારના જાણકારોનું કહેવું છે કે સોનાના ભાવ વધવા માટે સારા સમાચાર જરૂરી છે. જો આ અઠવાડિયે આવનારા યુએસ મેક્રો ડેટા યુએસની નબળી અર્થવ્યવસ્થા દર્શાવે છે તો સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે. મંગળવારે નબળા મેન્યુફેક્ચરિંગ ડેટા આવ્યા બાદ સોનામાં થોડો વધારો જોવા મળી રહ્યો છે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
શું ભાવ 81000 સુધી જશે?
ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ ગોલ્ડમેન સૅક્સે રોકાણકારોને સલાહ આપી છે કે આવનારા સમયમાં સોનાના ભાવ ટૂંક સમયમાં વધવાના છે, તેથી આ કિંમતી ધાતુમાં વિશ્વાસ રાખો. ગોલ્ડમૅન સૅક્સે તેના અગાઉના અનુમાનને લંબાવીને 2025ની શરૂઆત સુધીમાં તેના સોનાના ભાવ લક્ષ્યાંકને $2,700 પ્રતિ ઔંસ કર્યો છે.