થયો મોટો ખુલાસો, આ બેઠક પરથી ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરીયા ઉતારશે મેદાને, જાણો આમ આદમી પાર્ટીનો આંખો ખેલ

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

આ વર્ષે ગુજરાત વિધાસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ ઘણી બેઠકો પરથી મેદાને ઉતારી છે. એક તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ તો ગઈકાલે (શુક્રવાર) સીએમ પદનો ચહેર તરીકે ઈશુદાન ગઢવીનું નામ પણ જાહેર કરી દીધું છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરીયા ક્યાંથી ચૂંટણી લડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા કતારગામથી ચૂંટણી લડશે અને વરાછા બેઠકથી અલ્પેશ કથીરિયા મેદાને ઉતરશે. આ સાથે ઓલપાડ બેઠકથી ધાર્મિક માલવિયાને AAP મેદાને ઉતારી શકે છે..

ગઈ કાલે પણ આમાં આદમી પાર્ટી દ્વારા મુખ્ય મંત્રી પદનો ચહેરો જાહેર કર્યા બાદ ગોપાલ ઇટાલિયા ચર્ચામાં રહ્યા હતા. સ્ટેજ પરથી બોલેલા તેમના શબ્દને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. ગોપાલ ઈટાલિયા સ્પિચામાં લાગણીને બદલે વેદના શબ્દ બોલ્યા હતા અને પછી તેમાં સુધારો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પંજાબની જેમ અહીં પણ AAPએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર માટે સર્વે કર્યો હતો. સર્વેમાં ગઢવીને 73 ટકા મત મળ્યા હતા.


Share this Article