મુખ્યમંત્રી તથા મંત્રીઓ સહિત ધારાસભ્યો ગબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે 12થી16મી ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય આયોજન કરાયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ સહિત ધારાસભ્યશ્રીઓ ગબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને નાણાં મંત્રી  કનુભાઈ દેસાઈએ ગબ્બર ઉપર મા અંબાના અને જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતી- પૂજન-અર્ચન કર્યા હતા. પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠમાં અન્ય મંત્રીઓ તથા ધારાસભ્યો ઉપસ્થિત રહીને દર્શન-આરતીમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આસ્થા અને ટેકનોલોજીના સમન્વય સમાન અંબિકા રથનું કરાવ્યું પ્રસ્થાન હતું.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ સહિત ધારાસભ્યો ગબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા હતા. જે બાદ સૌ કોઈ માતા સતિના જીવન પર આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો.

T20 World Cup 2024 માટે BCCI સેક્રેટરી જય શાહે કરી સ્પષ્ટતા, રોહિત શર્મા ભારતનું કરશે નેતૃત્વ, જાણો સમગ્ર વિગત

સૈનિકના પુત્રનું ટેસ્ટમાં ડેબ્યૂ, ઈંગ્લેન્ડ સામે પ્લેઈંગ ઈલેવનમાં 23 વર્ષનો યુવક સામેલ, ‘ટ્રિપલ સેન્ચુરી’ ફટકારનાર આઉટ

“જલવા હૈ અદાણી કા” અદાણી બાદ આ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ વેદાંતને કરશે ટેકઓવર, અબજ ડોલરની ડીલ પર વાતચીત ચાલું!

આ અવસરે શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના પ્રયાસોથી ભિક્ષા વૃત્તિ ત્યજી શિક્ષણ તરફ વળેલાં 21 જેટલાં બાળકો ગબ્બર તળેટી ખાતે મહાઆરતીમાં જોડાયાં હતાં. આ સ્થળે મહિલા સ્વસહાય જૂથની બહેનોએ બનાવેલ હસ્ત કલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.


Share this Article
TAGGED: