વિજય જોષી (લખતર): લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આજે લખતર તાલુકા પંચાયતમાં નવનિયુક્ત થયેલ તાલુકા વિકાસની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી. તાલુકા કોંગ્રેસ પ્રમુખ લખતર તાલુકા કોંગ્રેસ યુવા પ્રમુખ સાથે તાલુકા વિકાસ અધિકારીની શુભેચ્છા મુલાકાત લેવા તાલુકા પંચાયત ભવન પહોંચ્યા હતા.
લખતર તાલુકા વિકાસ અધિકારી તરીકે આણંદ જિલ્લા માંથી બઢતી લઈ લખતર તાલુકા વિકાસ અધિકારી તરીકે એચ.ટી.સાધુની નિમણૂક કરાઈ છે. તેઓ એ ચાર્જ સભાળ્યા પછી પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. કર્મચારી મિટિંગ સહિત લખતર તાલુકાના જુદાજુદા ગામની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે ત્યારે આજે લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ રાણા લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિતેન્દ્રસિંહ રાણા સાથે લખતર તાલુકા પંચાયત ભવન પહોંચ્યા હતા અને લખતર તાલુકા વિકાસ અધિકારીની શુભેચ્છા લીધી હતી.