Gujarat Weather Update : ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. રાજ્યમાં સવારથી સાંજ સુધી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, આ સિવાય ઠંડા પવનોએ લોકોને ધ્રૂજવી નાખ્યા છે. ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ફરી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. નલિયા સહિત સમગ્ર ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી કરી છે.
તાપમાનમાં ફેરફારની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતા નથી. 6.5 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ સાથે જ દમણ 18.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. કાશ્મીરમાં મોસમની પ્રથમ હિમવર્ષાની અસર ગુજરાત પર પણ પડી રહી છે. ગાઢ ધુમ્મસના કારણે રાજ્યમાં જનજીવન ખોરવાયું છે. ગુજરાતમાં બે દિવસમાં તાપમાનમાં 4-5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. બે દિવસમાં નલિયાના તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
રિલાયન્સની જામનગર રિફાઇનરીને 25 વર્ષ પૂર્ણ, કંપનીએ યુવાન ‘મુકેશ અંબાણી’નો વીડિયો શેર કર્યો
2025માં સૂર્ય અને શનિના બેવડા સંયોગથી 3 રાશિઓને થશે ફાયદો, પૈસા અને પદમાં વધારો થશે!
ખાનગી બેંકોમાં 25 ટકા કર્મચારીઓ કેમ છોડી રહ્યા છે નોકરી, શું આવશે પરિણામ?
આ શહેરોમાં પારો નીચે ગયો
હવામાન ખાતાના જણાવ્યા મુજબ નલિયામાં 6.5 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 9.6 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 10.6 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 10.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11 ડિગ્રી સેલ્સિયસ, કેશોદમાં 12.4 ડિગ્રી સેલ્સિયસ, કંડલા પોર્ટ 13 ડિગ્રી સેલ્સિયસ, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 13.7 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 14.2 ડિગ્રી સેલ્સિયસ અને 14.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. જેમાં વલ્લભ વિદ્યાનગરમાં ૧૪.૬ ડિગ્રી, પોરબંદરમાં ૧૪.૬ ડિગ્રી, મહુવામાં ૧૫.૩ ડિગ્રી, ભાવનગરમાં ૧૫.૫ ડિગ્રી, વડોદરામાં ૧૬.૨ ડિગ્રી, દ્વારકામાં ૧૬.૩ ડિગ્રી, વેરાવળમાં ૧૭.૫ ડિગ્રી, ઓખામાં ૧૭.૬ ડિગ્રી અને સુરતમાં ૧૮.૨ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.