આજે લત્તા મંગેકશકરના નિધન બાદ સમગ્ર દેશમા શોકનુ વાતાવરણ છે. હાલ ઓસમાણ મીરે જણાવ્યુ હતુ કે તેમણે થોડા સમય પહેલા લત્તા મંગેશકર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને કહ્યુ હતુ કે તમારી તબિયત સ્વસ્થ રહે એ માટે દુઆ કરૂ છું, મેં અને મારા દીકરાએ તમારા માટે ગીત બનાવ્યું છે તો આશીર્વાદ આપો.
ઓસમાણ મીરને આશીર્વાદ આપતા લત્તા દીદીએ કહ્યુ હતુ કે મારા આશીર્વાદ તમારી સાથે જ છે.તમે જે પણ કરો તેમાં તમને યશ મળે, ભગવાનની કૃપા છે. તમારા ઘરમાં બધાને મારા પ્રણામ કહેજો. ઓસમાણ મીરની લતા દીદીના આ ગીત પર તેમણે અને તેમના દીકરાએ અલગ રીતે ગાવાની કોશિશ કરી લતા દીદીના શરણોમાં મોકલ્યું જે બાબતે 3 મિનીટ સુધી વાત કરી આશીર્વાદ લીધા હતા.
આ સિવાય ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પણ ચાર પંક્તિ ગાઈ લતા દીદીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યુ કે ‘કલાકારે ફના થઇને કૃતિને માતબર રાખી ભૂંસીને ચિત્ર પોતાનું એને બીજાની રેખા અમર રાખી. ન રાખી દાન ઉપર દ્રષ્ટિ એને સદાય દાતા ઉપર રાખી અને જેવી જિંદગી આપી ખુદા અમે શંકા વગર રાખી’