Gujarat News: ગુજરાત સરકારે વર્ગ-3ની ભરતી માટે લેવાતી પરીક્ષામાં મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં થોડો ફેરફાર કર્યો છે. ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ-3 ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે. જે અંતર્ગત હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે.
જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં વર્ગ-3ની ભરતી માટે માત્ર એક જ વાર પરીક્ષા લેવામાં આવતી હતી. અને પરીક્ષાનું પરીણામ જાહેર થતા જ સીધી ભરતી કરીને ઓર્ડર આપી દેવામાં આવતા હતાં. જોકે, હવે તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.