Breaking: ગુજરાત સરકારે હજારો શિક્ષકોની દિવાળી સુધારી દીધી, શિક્ષકોના ગ્રેડ પે અને વર્ગ-4ના કર્મચારીઓને જલસા, બોનસથી બખ્ખાં જ બખ્ખાં!

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાત સરકાર એક પછી એક આંદોલનને ઠારવા માટે નિર્ણય લઈ રહી છે. એનામાં હવે દિવાળી પહેલા ગુજરાત સરકારે AMCના શિક્ષકો અને વર્ગ-4ના કર્મચારીઓને લઇને પણ સારો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે આ વખતે AMCના શિક્ષકો અને વર્ગ-4ના કર્મચારીઓની દિવાળી સુધારી દીધી છે. કારણ કે એમની માંગો અને જરૂરિયાતોને પુરી કરવાનો આદેશ આપી દીધો છે.

સારા સમાચાર એ સામે આવી રહ્યા છે કે રાજ્ય સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોનો 4200 ગ્રેડ પે મંજૂર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા સમયથી આ શિક્ષકો 4200 ગ્રેડ પેને લઇને લડત ચલાવી રહ્યાં હતા. ત્યારે અંતે સરકારે શિક્ષકોની તરફેણમાં હકારાત્મક નિર્ણય આવ્યો અને AMC શિક્ષક મંડળે સરકાર અને AMC સ્કૂલ બોર્ડનો આભાર પણ વ્યક્ત કર્યો છે. સાથે જ વર્ગ-4ના કર્મચારીઓની પણ દિવાળી સુધરી ગઇ છે.

બીજી વાત એવી પણ મળી રહી છે કે રાજ્ય સરકારે દિવાળી પહેલા વર્ગ-4ના કર્મચારીઓને બોનસ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર વર્ગ-4ના કર્મચારીઓને મહત્તમ 3500ની મર્યાદામાં બોનસ ચુકવશે. જેઓની છ મહિનાની સળંગ નોકરી હોય તેઓને ગુજરાત સરકાર બોનસ આપશે એવી જાહેરાત કરી છે. ત્યારે શિક્ષકોના ઘરોમાં હવે આનંદનો માહોલ જોવા મળી રહી છે.

 


Share this Article