ગુજરાત સરકારે જાહેરાત કરી કે ફોન લેવા માટે પૈસાની સહાય કરશે, લોકોની એવી પડાપડી થઈ કે એક જ દિવસમાં સ્ટોક પુરો

Lok Patrika Desk
By Lok Patrika Desk
gujarat
Share this Article

રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક હેતુથી સ્માર્ટફોનમાં 6 હજારની સહાયની યોજના અમલમાં મુકવામાં આવી છે. ઉપરાંત ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોનની સહાય યોજનાનો લક્ષ્યાંક એક જ દિવસમાં બંધ અમુક તાલુકામાં ઓનલાઈન અરજી સબમીટ થઈ ન હતી.

ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોનની સહાય યોજનાની અરજીનો લક્ષ્યાંક એક જ દિવસમાં બંધ કરવામાં આવતા અમુક તાલુકાઓનાં ખેડૂતો અરજી કરી શક્યા નહતા. ત્યારે કેટલાક તાલુકાઓમાં માત્ર 1 જ કલાકમાં લક્ષ્યાંક જેટલી અરજી ખેતી વિભાગને મળી ગઈ હતી. સોમવારે સવારે ઓનલાઈન અરજી ખુલી અને થોડા સમયમાં જ અરજી સબમીટ થવાની બંધ થઈ ગઈ હતી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને શૈક્ષણિક હેતુથી સ્માર્ટફોનમાં 6 હજારની સહાયની યોજના અમલમાં મુકવામાં આવી છે.

famer

અમુક તાલુકાઓમાં અરજી સબમીટ ન થઇ

ખેડૂતો પોર્ટલ પર 14મી જૂન સુધી અરજી સ્વીકારવાની હતી. ઉપરાંત એક દિવસમાં કેટલાક તાલુકામાં 110 ટકાથી પણ વધુ અરજીઓ મળી હતી. અગાઉ ડ્રો સીસ્ટમથી સહાય ચૂકવતા હતા. હવે વહેલા તે પહેલાના ધોરણે સરકાર સહાય કરશે. તાલુકા દીઠ લક્ષ્યાંક હોય તેના કરતા 110 ટકા અરજીઓ ઓનલાઈન મંગાવવાની હતી. ત્યારે બપોરના 12 વાગ્યા પછી મોટાભાગના તાલુકાઓમાં ઓનલાઈન અરજી સબમીટ જ ન થઈ.


Share this Article
TAGGED: , ,