ગુજરાતના લગભગ 10 ટકા રહેવાસીઓ પાસે પાસપોર્ટ છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે આ મામલે માહિતી આપી છે. ગુજરાતમાં કુલ 6761930 પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે. ગુજરાતમાં દર 10માંથી 1 વ્યક્તિ પાસે પાસપોર્ટ છે. મંત્રાલયના આંકડા મુજબ ગુજરાત છઠ્ઠા સ્થાને છે. પાસપોર્ટ ધારકોમાં માત્ર કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પંજાબ પાછળ છે.
આસામના કોકરાઝારથી અપક્ષ સાંસદ નબ કુમાર સરનિયાએ પાસપોર્ટ જારી અને રિન્યુ કરાવવાની વિગતો માંગી હતી. તેમના પ્રશ્નના જવાબમાં રજૂ કરાયેલા આંકડા દર્શાવે છે કે ભારત સરકારે ગુજરાતના લગભગ 68 લાખ લોકોને પાસપોર્ટ જારી કર્યા છે. 5.41 લાખ લોકો એવા પણ છે જેમણે પોતાના પાસપોર્ટ રિન્યુ કરાવ્યા નથી.
ગુજરાતની જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો…
અમદાવાદ 1495009,
અમદાવાદ રૂરલ 120285,
અમરેલી 57220,
આણંદ 288172,
અરવલ્લી 21216,
બનાસકાંઠા 106192,
ભરૂચ 234308,
ભાવનગર 134470,
બોટાદ 11518,
છોટાઉદેપુર 9654,
દાહોદ 46165,
ડાંગ 1452,
દેવભૂમિ દ્વારકા 28664,
પૂર્વ-કચ્છ ગાંધીધામ 68088,
ગાંધીનગર 258329,
ગીર સોમનાથ 40265,
જામનગર 144374,
જૂનાગઢ 109289,
ખેડા 165330,
મહિસાગર 19156,
મહેસાણા 272327,
મોરબી 61282,
નર્મદા 10157,
નવસારી 177954,
પંચમહાલ 85831,
પાટણ 76159,
પોરબંદર 58831,
રાજકોટ 303397,
રાજકોટ ગ્રામ્ય 83057,
સાબરકાંઠા 90925,
સુરત શહેર 940749,
સુરત ગ્રામ્ય 156373,
સુરેન્દ્રનગર 53512,
તાપી (વ્યારા) 23612,
વડોદરા 594571,
વડોદરા ગ્રામ્ય 94847,
વલસાડ 172199,
પશ્ચિમ-કચ્છ ભુજ લગભગ 146991 લોકો પાસે પાસપોર્ટ છે.