ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષથી સરકારે ડીલર્સ કમિશન ન વધારતા હવે પેટ્રોલ પંપ સંચાલકો આ મામલે આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમા 31મેના દિવસે તમામ પેટ્રોલ પંપના સંચાલકો નો-પરચેઝ આંદોલન ચલાવશે. ગુજરાત સિવાય પણ દેશના અન્ય 16 રાજ્યો સાથે ગુજરાતમાં નો-પરચેઝ આંદોલન કરાશે.
પેટ્રોલ પંપ સંચાલકોના આંદોલનને કારણે લોકોને અગવડ ઉભી થઈ શકે છે. 31મેના રોજ પંપના સંચાલકોએ ઇંધણની ખરીદી નહીં કરવા કહ્યુ છે. જો કે ગ્રાહકોને ધ્યાનમા રાખીને સોમવારે પંપોમાં જરૂરી સ્ટોક કરી લેવાશે. આંદોલનકારીઓનુ કહેવુ છે કે ડીલર માર્જિનમાં વધારો અને એક્સાઇઝ ડ્યુટી ઘટાડો કરવામાં આવે.